કચ્છ: સમગ્ર વિશ્વ સોલર ઉર્જાને લઈને જાગૃત થયું છે. જેને લઈને ગુજરાતના કચ્છમાં પણ આવા અનેક નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ડિપી વર્લ્ડ સબકોન્ટીનેન્ટ દ્વારા 75 કિલોવોલ્ટના સોલર-પાવર ઈન્સ્ટોલેશનનું ભગવાન મહાવીર પશુ કેન્દ્ર ખાતે શરૂઆત કરી છે. આ સેન્ટર દ્વારા સંચાલીત પશુઘરની વિજળીની જરૂરીયાતને સંતોષાશે. જણાવી દઈએ કે, 138 ફોટોવોલ્ટીક પેનલ્સનું ઈન્સ્ટોલેશન દર વર્ષે 1,07,000 KWH ઊર્જા ઉત્પન્ન કરશે. આથી, પરંપરાગત ઉર્જાના ઉપયોગથી થતા પ્રતિવર્ષ 78 ટનથી વધુ કાર્બન ઉત્સર્જનને ઘટાડવામાં મદદ કરશે.
ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા સંચાલીત પશુઘર કચ્છના 952 ગામના મોટી ઉંમરના, ઘવાયેલા અને અપંગ પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખે છે. કેન્દ્ર ગામના લોકોના પશુધન જેમાં, પ્રાણીઓ અને બીજા રખડતા પશુઓને રાહત દરે કે વિનામુલ્યે તબીબી સહાય અને સર્જીકલ ટ્રીટેમેન્ટ પુરી પાડે છે. જણાવી દઈએ કે, આ હોસ્પિટલ દર મહિને 200 જેટલા પશુઓને સર્જીકલ ટ્રીટમેન્ટ પુરી પાડે છે. નવું ખુલ્લું મુકેલ સોલર પેનલ ઈન્સ્ટોલેશન પશુઘરને દર વર્ષે 70 ટકાથી વધુ વિજળીની જરૂરીયાતોને પહોંચીવળીને વીજળીના બિલમાં આશરે 8 લાખ રૂપિયાથી વધુ બચાવવામાં મદદ કરશે. આ ઉચ્ચ લાયકાત ધરાવતા પશુ ચિકિત્સકોને ગામના પરિવારોના પશુઓ માટે પશુધનો માટે વિનામુલ્યે ઓપરેશન થીયેટર અને ઈનબિલ્ટ ICU સુવીધાને ચલાવવામાં મદદ કરશે.
સોલર પેનલ ઈન્સ્ટોલેશન વિશે વાત કરતાં અધેન્દ્રુ જૈન, CEO ડિપી વર્લ્ડ મુંદ્રાએ જણાવ્યું હતું કે, “ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર ખાતે નવા સ્થાપિત સોલર પાવર સીસ્ટમ સાથે અમે અમારી પ્રતિબદ્ધતાને પ્રબળ બનાવીયે છે અને આપણા સમાજના ટકાઉ ઈકોલોજીકલ ભવિષ્યના નિર્માણમાં મહત્વપુર્ણ યોગદાન આપી રહ્યાં છીએ." આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, "અમે ભવિષ્યમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટ્સને લાગુ કરવા માટે કામ કરી રહ્યાં છીએ, સક્રિયપણે નિશ્ચિત કરીયે છે કે, ભારત વિશ્વભરમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ફાળો આપે, એક સમયે એક પગલું”
કચ્છમાં નવું ખુલ્લું મુકેલ સોલર પેનલ ઈન્સ્ટોલેશન પશુઘરને દર વર્ષે 70 ટકા વધુવિજળીની જરૂરીયાતોને પહોંચીવળીને વીજળીના બિલમાં આશરે 8 લાખ રૂપિયા વધુ બચાવવામાં મદદ કરશે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર દ્વારા સંચાલીત પશુઘર કચ્છના 952 ગામના મોટી ઉંમરના, ઘવાયેલા અને અપંગ પશુ અને પક્ષીઓનું ધ્યાન રાખે છે.