Home /News /kutchh /

Kutch News: કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં ઉતર્યા બન્નીના ગામો; વન વિભાગે આક્ષેપો ફગાવ્યા

Kutch News: કચ્છમાં દબાણ હટાવ ઝુંબેશના વિરોધમાં ઉતર્યા બન્નીના ગામો; વન વિભાગે આક્ષેપો ફગાવ્યા

વન

વન વિભાગે ખોદેલા ખાડામાં પડીને કોઈ પશુ મર્યું ન હોવાનો વન વિભાગનો દાવો

એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાન બન્નીમાં દબાણ દૂર કરવાની કામગીરીમાં ખોદાયેલા ખાડાઓમાં પશુઓ પડીને મરી જવાના આક્ષેપ ગ્રામીણ માલધારીઓએ કર્યા જેને વન વિભાગે ફગાવ્યા હતા.

    Dhairya Gajara, Kutch: કચ્છના ભુજ તાલુકાના બન્ની વિસ્તારમાં (Banni Kutch) એશિયાનો સૌથી મોટો ઘાસિયા મેદાન (Asia's largest grassland) આવેલાછે. આ મેદાનમાં (Banni Grassland) વર્ષોથી ગેરકાયદેસર રીતે બનાવાયેલા વાડા અને થતી ખેતી બંધ કરવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (National Green Tribunal) દ્વારા વન વિભાગને (Kutch Forest Department) દબાણ હટાવવા આદેશ આપવામાં આવ્યા હતા.

    તો છેલ્લા એક વર્ષથી ચાલતા વિશ્વના સંભવિત સૌથી મોટા અતિક્રમણ હટાવ ઝુંબેશના (World's Largest Anti Encroachment Drive) વિરોધમાં છેલ્લા થોડા સમયથી બન્ની વિસ્તારના અમુક ગામો ફરિયાદ કરી રહ્યા છે. તો સાથે જ પોતાના પશુધન માટે વન વિભાગની કામગીરી નુકસાનકારક છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે.

    બન્ની વિસ્તારના લુણા અને આસપાસના ગામના માલધારીઓ દ્વારા આ મુદ્દે છેલ્લા થોડા સમયથી અનેક વખત રજૂઆતો કરી આક્ષેપ કરાયા છે કે બન્નીમાં વન અધિકાર કાયદા હેઠળ પશુઓને ચરિયાણ માટેના સામુદાયિક અધિકારો, ગામને મહેસુલી અધિકારો જેવી વિવિધ માંગો પડતર છે ત્યારે બન્નીમાં ઘાસચારા ઉત્પાદન કરવા વન વિભાગ દ્વારા અનેક ગામોમાં બન્નીની ભેંસો અને ગાયો જ્યાં ચરિયાણ કરે છે તેવા ચરિયાણ વિસ્તારોમાં ગ્રામ પંચાયત, માલધારીઓ કે સ્થાનિક વન વ્યવસ્થાપન સમિતિઓને વિશ્વાસમાં લીધા વગર કે લેખિત પરવાનગી લીધા વગર પોલીસ બળ દ્વારા મોટા મોટા વાડાઓ બનાવવા માટે જેસીબી મશીનો વડે ઊંડી ખાઈઓ ખોદી રહ્યા છે.

    આ મુદ્દે ગ્રામજનો દ્વારા વખતો વખત કલેકટર કચેરી ખાતે આવેદન પાઠવી જિલ્લા કલેકટર પાસેથી યોગ્ય પગલાં લેવાની માંગ કરાઇ છે. જો કે આજ દિન સુધી જિલ્લા તંત્ર દ્વારા આ મુદ્દે કોઈ નિવેડો આવ્યો નથી. ગ્રામજનો ઈચ્છે છે કે આ મામલે સેટલમેન્ટ ઓફિસરની તાત્કાલિક નિમણુક કરવામાં આવે પણ વનવિભાગે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર સેટલમેન્ટ ઓફિસરની નિમણુંકના વિલંબ થઈ રહ્યું છે જે કામ ટૂંક સમયમાં પૂરું કરાશે.

    તો બીજી તરફ માલધારીઓએ આક્ષેપ કર્યા હતા કે ગત વર્ષે વન વિભાગ દવારા બનાવાયેલા 8 થી 10 જેટલા વાડાઓના ખાડામાં 15 થી 20 જેટલા દુધાળા પશુઓ ફસાઈ ગયા હતા, જે પૈકી ઘણા પશુઓ ક્રૂર રીતે મોતને ભેટ્યા હતા. ઉપરાંત નીલગાય, હરણ તેમજ જંગલી જીવો પણ આ ખાઈમાં ફસાઈ જાય છે.

    ગત એક વર્ષમાં ઘણા બધા અબોલા જીવ ખાડામાં પડીને મરી જવાથી મોટું નુકશાન ભોગવનાર માલધારીઓ હવે પોતાના બીજા પશુઓ વન વિભાગની ખાડામાં પડીને મરી ના જાય તેના માટે ખાડાઓ બંધ કરવા પ્રયાસ કરી રહ્યા છે તેવો દાવો કરી રહ્યા છે. સામે પક્ષે વન વિભાગ પોલીસ બળના સહારે માલધારીઓ પર જુલ્મ અને બળજબરી કરીને ખાડાઓ ખોદી રહ્યા છે તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે.

    જો કે આ મામલે માલધારીઓના આક્ષેપો મુદ્દે બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારના નાયબ વન સંરક્ષકે કહ્યું હતું કે વનવિભાગ દ્વારા એવી રીતે ખાડા કરવામાં આવી રહ્યા છે કે જેથી કરીને કોઈ પશુઓ ખાડાની અંદર ફસાય નહીં. અને જો પશુઓ અંદર પડી જાય તો વનવિભાગ દ્વારા ઢાળ બનાવવામાં આવ્યા છે જેથી કરીને પશુઓ આરામથી બહાર નીકળી શકે અને કોઈ પણ પશુનું મૃત્યુ ખાડામાં પડવાથી થયું નથી તેવો દાવો પણ અધિકારીએ કર્યો હતો.
    First published:

    Tags: Gujarati news, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन