Home /News /kutchh /Kutch: ખગોળશાસ્ત્રી મધ્યપ્રદેશ કેમ જશે, સ્થાનિકોને આપશે આવી માહિતી

Kutch: ખગોળશાસ્ત્રી મધ્યપ્રદેશ કેમ જશે, સ્થાનિકોને આપશે આવી માહિતી

એસ્ટ્રો ટુરિઝમ માટે ગાઈડ તૈયાર કરતા પ્રવાસન વધશે અને રોજગાર પણ

કચ્છમાં છેલ્લા એક દાયકામાં પ્રવાસને ખૂબ વેગ પકડ્યું છે. કચ્છની વૈવિધ્યતા સભર ધરા જોવા આવતા લોકો હવે અહીંનો આકાશ પણ જોવા આવે છે. કચ્છમાં એસ્ટ્રો ટુરિઝમ હવે વિકસી રહ્યું છે ત્યારે કચ્છના ખગોળશાસ્ત્રીઓ હવે મધ્ય પ્રદેશમાં પણ એસ્ટ્રો ટુરિઝમ વિકસાવશે.

વધુ જુઓ ...
Dhairya Gajara, Kutch: કચ્છમાં છેલ્લા એક દાયકામાં પ્રવાસને ખૂબ વેગ પકડ્યું છે. કચ્છની વૈવિધ્યતા સભર ધરા જોવા આવતા લોકો હવે અહીંનો આકાશ પણ જોવા આવે છે. કચ્છમાં એસ્ટ્રો ટુરિઝમ હવે વિકસી રહ્યું છે ત્યારે કચ્છના ખગોળશાસ્ત્રીઓ હવે મધ્ય પ્રદેશમાં પણ એસ્ટ્રો ટુરિઝમ વિકસાવશે. કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થા સાથે મધ્ય પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગે કરેલા કરાર થકી કચ્છના આ ખગોળશાસ્ત્રીઓ હવે મધ્યપ્રદેશમાં એસ્ટ્રો ટુરિઝમ વિકસાવવા ત્યાંના સ્થાનિક લોકોને ગાઈડ તરીકે તૈયાર કરશે.

કચ્છની સ્ટારગેઝિંગ સંસ્થા લગભગ છેલ્લા બે દાયકાથી લોકોને ખગોળશાસ્ત્ર મુદ્દે માહિતગાર કરી રહી છે. ખગોળીય ઘટનાનું અવલોકન કરાવવું, ખગોળીય ઘટનાઓને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી નિહાળવું તેમજ ખગોળશાસ્ત્ર તરફ લોકોની રુચિ વધે તે દિશામાં આ સંસ્થા કાર્યરત છે. છેલ્લા દોઢ દાયકાથી આ સંસ્થા કચ્છના સફેદ રણની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓને રાત્રિ આકાશના દર્શન કરાવી કચ્છમાં એસ્ટ્રો ટુરિઝમનો પાયો નાખ્યો છે. ત્યારે હવે આ સંસ્થા નવેમ્બર મહિનાની શરૂઆતથી મધ્યપ્રદેશમાં પણ એસ્ટ્રો ટુરિઝમ વિકસાવવા તરફ કામ કરશે.



News18 સાથે વાત કરતા સ્ટારગેઝિંગના સંસ્થાપક અને કચ્છના જાણીતા ખગોળશાસ્ત્રી નરેન્દ્ર ગોરે જણાવ્યું હતું કે તેમના રણોત્સવમાં આકાશ દર્શનના કામ બાદ તેમણે છત્તીસગઢ અને ઓડિશામાં પણ આવા કાર્યક્રમો કર્યા હતા. \"મધ્યપ્રદેશ સરકાર લાંબા સમયથી એસ્ટ્રો ટુરિઝમ વિકસાવવા પ્રયત્નશીલ છે પરંતુ અનેક વિઘ્નો તેમને નડી રહ્યા હતા. તેવામાં યોગ્ય માર્ગદર્શકની શોધમાં મધ્યપ્રદેશના પ્રવાસન વિભાગે અમારું સમાપર્ક કર્યું અને અમારું કામ જાણવા ફેબ્રુઆરી મહિનામાં અમને ખજુરાહો ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં બોલાવ્યા હતા,\" તેવું નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું. ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલ ખાતે એક સપ્તાહ સુધી લોકોને આકાશ દર્શન કરાવ્યા બાદ પંચમઢી, મઢાઈ તેમજ ભોપાલ ખાતે પણ સ્ટારગેઝિંગ દ્વારા આકાશ દર્શન કરાવવામાં આવ્યું હતું જેનાથી પ્રભાવિત થઈ મધ્યપ્રદેશ સરકારે કચ્છની સંસ્થાને પોતાના રાજ્યમાં એસ્ટ્રો ટુરિઝમ વિકસાવવા આમંત્રણ આપ્યું.

આ આયોજન થકી મધ્યપ્રદેશના અનેક ગ્રામીણ તેમજ આદિવાસી વિસ્તારોમાં યુવાનોને એસ્ટ્રોનોમી વિશે શીખવવામાં આવશે. આ રીતે જેમને આ વિજ્ઞાનમાં રસ છે તેમને માહિતી પણ મળશે, તેઓ સ્થાનિકે ગાઈડ તરીકે કામ કરી પગભર પણ થઈ શકશે અને પ્રવાસીઓ માટે પણ એક વધારાની સુવિધા ઊભી થશે. હાલ પંચમઢી અને મઢાઈ ખાતે આ ટ્રેનિંગ કાર્યક્રમ શરૂ કરાશે જ્યાં એક સાઈટ પર આઠ થી દસ ગાઈડ તૈયાર કરવામાં આવશે. તેમને એસ્ટ્રોનોમીની સમજ, ટેલિસ્કોપનું વપરાશ ઉપરાંત પ્રવાસીઓ સાથે ઓન જોબ ટ્રેનિંગ આપવાનું કામ સ્ટારગેઝિંગ કરશે. તો યોગ્ય યુવાનોને મધ્યપ્રદેશ સરકાર ટેલિસ્કોપ લેવામાં પણ આર્થિક સહાયતા કરશે.

અવકાશ સંબંધિત જ્ઞાનનું ડોક્યુમેન્ટેશન કરાશે

આ ઉપરાંત સંસ્થા મધ્યપ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં લોકો કંઈ રીતે આકાશને નિહાળે છે, લોકોની ખગોળીય ઘટનો વિશે શું માન્યતાઓ અથવા લોકવાયકાઓ છે, તારાઓને કયા નામોથી ઓળખે છે વગેરે વસ્તુઓનું ડોક્યુમેન્ટેશન પણ કરશે.
First published:

Tags: Astronomy, Kutch, Tourist