Home /News /kutchh /

Kutch: વેકેશન શરૂ થતાં જ બધી ટ્રેનો અને ફ્લાઇટ ફૂલ થતાં માદરે વતન આવતા કચ્છીઓ ભોગવી રહ્યા છે હાલાકી 

Kutch: વેકેશન શરૂ થતાં જ બધી ટ્રેનો અને ફ્લાઇટ ફૂલ થતાં માદરે વતન આવતા કચ્છીઓ ભોગવી રહ્યા છે હાલાકી 

હવાઈ

હવાઈ સેવા પણ અઠવાડિયામાં પાંચ દિવસ હોતાં ફ્લાઇટ પણ ફૂલ

ઉનાળુ વેકેશન શરૂ થતાં જ કચ્છથી ઉપડતી અને કચ્છ આવતી બધી ટ્રેનોમાં લાંબા સમય સુધી વેટીંગ ચાલી રહ્યું છે, ત્યારે માદરે વતન આવવા માગતા કચ્છીઓને બસ અથવા ખાનગી ગાડી મારફતે પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે.

    Kutch: વૈશ્વિક મહામારી કોરોનાના (Corona Pandemic) કારણે નિયંત્રણો હોવાથી સતત બે વર્ષ સુધી અન્ય ક્ષેત્રોની સાથો સાથ પ્રવાસનક્ષેત્રને પણ આર્થિક નુકસાની ભોગવવી પડી હતી. તો હાલમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા પ્રવાસન ક્ષેત્રે ફરીથી રોનક જોવા મળી રહી છે. ઉનાળું વેકેશન (Summer Vacation) શરૂ થતા પ્રવાસીઓ દેશ-વિદેશના વિવિધ સ્થળોએ જવા લાગ્યા છે. અને હોટલની સાથે સાથે ટ્રેન અને પ્લેનોમાં પણ હાઉસ ફૂલની (Train Tickets) સ્થિતિ જોવા મળી રહી છે. તો મુંબઈ અને અન્ય શહેરોમાં વ્યવસાય અર્થે વસેલા કચ્છના વતનીઓ પણ આ સમયગાળામાં કચ્છ આવતા હોય છે, જ્યારે કે કચ્છના લોકો પ્રવાસ માટે બહાર નીકળતા હોય છે. આ કારણે હાલ કચ્છની બધી ટ્રેનો (Kutch Trains) લાંબા સમય સુધી ફૂલ ચાલી રહી છે.

    કચ્છના અનેક લોકો ધંધા રોજગાર અર્થે મુંબઈ સહિતના સ્થળોએ સ્થાઈ થયા હોય વેકેશનને પગલે આ લોકો માદરે વતન આવી રહ્યા છે. તો બીજી તરફ કચ્છમાંથી પણ લોકો અન્ય સ્થળોએ પ્રવાસ માટે જઈ રહ્યા છે. ત્યારે મોટાભાગની ટિકિટો બુક હોવાથી પ્લેન તેમજ ટ્રેનોમાં નો-ટિકિટની સ્થિતિ સર્જાઈ છે. ભુજથી મુંબઈ વચ્ચે દોડતી કચ્છ એક્સપ્રેસ, સયાજીનગરી, બરેલી એક્સપ્રેસ સહિતની ટ્રેનોમાં લાંબું વેઈટીંગ લિસ્ટ જોવા મળી રહ્યું છે. તત્કાલના ક્વોટામાં પણ ટિકિટ નથી મળી રહી.

    બીજી તરફ ભુજ મુંબઈ વચ્ચે ફ્લાઇટ મારફતે પ્રવાસ કરતા મુસાફરોની સંખ્યામાં પણ વધારો નોંધાતા પ્લેનની તમામ ટિકિટો બુક થઈ ગઈ છે. ફલાઇટ મારફતે પ્રવાસ કરનારા પ્રવાસીઓના ભારે ધસારા વચ્ચે પણ માત્ર સાપ્તાહિક સેવા જ હોવાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્લેન અને ટ્રેનોમાં ટિકિટ મળવી મુશ્કેલ બનતા પ્રવાસીઓને ના છૂટકે બસ તેમજ અન્ય ખાનગી વાહનો મારફતે પ્રવાસ કરવાની ફરજ પડી રહી છે. તો સરકાર દ્વારા ખાલી પડેલી ટ્રેનો આ વેકેશન પૂરતી શરૂ કરાય તેવી માંગ પણ લોકો કરી રહ્યા છે.

    કચ્છ પ્રવાસી સંઘના ફાઉન્ડર નિલેશ શાહે જણાવ્યું હતું કે, કચ્છનો વ્યાપ દિવસેને દિવસે વધતો જાય છે અને કચ્છમાં બારેમાસ પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. કચ્છને 5 ટ્રેનો મળી છે જેમાંથી પાલનપુર વાળી ટ્રેન ટેકનિકલ ખામીના કારણે હજી શરૂ નથી થઈ. દર વેકેશનમાં કચ્છમાં મુસાફરોનો ભારે પ્રવાહ હોય છે. આ વેકેશનમાં કચ્છ પ્રવાસી સંઘના પ્રયત્નોથી 9 આવવાની અને 9 જવાની એમ મળીને કુલ 18 ટ્રેનો મળી છે.

    આ પણ વાંચો: Kutch: PM મોદીએ ડેનમાર્કના મહારાણી અને ડેનમાર્કના વડાપ્રધાનને કચ્છી ભરતકામના નમુના ભેટ આપ્યા

    કચ્છથી મુંબઈ જતી ટ્રેનોની તમામ ટિકિટો બુક જ હોય છે. આ ઉપરાંત તત્કાલ ક્વોટામાં કરાવેલી ટિકિટો પણ ક્યારેય પણ કન્ફર્મ થતી નથી એટલો બધો ટ્રાફિક હોય છે. વધારેમાં વધારે સુવિધાઓ શરૂ કરવા માટે કચ્છ પ્રવાસી સંઘના પ્રયાસો પણ ચાલુ છે, સતત રેલ્વે ઓફિસરોના સંપર્કમાં છીએ અને પ્રવાસીઓને સુવિધા મળે તે માટે વધારાના કોચ કેવી રીતે લાગે તેના માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી સંસ્થાઓ પણ રેલવે તંત્રને અપીલ કરે અને વધુમાં વધુ ટ્રેનો કચ્છને મળે તે માટે પ્રયત્નશીલ રહીએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર