Home /News /kutchh /Kutch: શું તમે અત્યારથી જ ઠંડાપીણા અને આઈસ્ક્રીમનું સેવન શરૂ કરી દીધું છે? તો જુઓ આ વીડિયો

Kutch: શું તમે અત્યારથી જ ઠંડાપીણા અને આઈસ્ક્રીમનું સેવન શરૂ કરી દીધું છે? તો જુઓ આ વીડિયો

X
કચ્છમાં

કચ્છમાં ડબલ સિઝનથી લોકો પરેશાન

કચ્છમાં આ વર્ષે ગરમીની શરૂઆત એક મહિનો પહેલેથી થઈ જતાં ગરમીથી બચવા લોકો હવે આઈસ્ક્રીમ અને ઠંડાપીણાનો આશરો લઈ રહ્યા છે પરંતુ તબીબો મુજબ હાલ ઠંડી વસ્તુઓના સેવનથી બચવાની જરૂર છે

Dhairya Gajara, Kutch: આ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી જ કચ્છમાં તાપ શરૂ થઈ જતાં સામાન્યથી એક મહિના અગાઉથી લોકોને ગરમી સહન કરવી પડી રહી છે. તો બીજી બાજુ સાંજ બાદ ફેબ્રુઆરી મહિનાની ગુલાબી ઠંડી પણ વર્તાતા લોકોને ડબલ સીઝનનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન તાપમાન 40 ડિગ્રી જેટલો પહોંચે છે તો રાત્રે 17 ડિગ્રી જેટલું નીચે પડી જતાં એક દિવસમાં જ તાપમાનમાં ખૂબ ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે ડબલ સીઝનના કારણે અનેક લોકોને વિવિધ પ્રકારની બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે.

ફેબ્રુઆરી મહિનામાં જ લોકો જેઠ એન્ડ વૈશાખ જેવી ગરમી થી પરેશાન થયા છે. સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી લોકો ધોમ ધખતા તાપમાં ઉકળી રહ્યા છે. ત્યારે આ ડબલ સીઝન થી બચવા અનેક લોકો આઈસ્ક્રીમ અને ઠંડાપીણાનો સહારો લઈ રહ્યા છે પરંતુ ડબલ સીઝન હોવાના કારણે આ ઠંડી વસ્તુઓ શરીર પર આડ અસર કરે છે. આયુર્વેદ મુજબ આ સમયગાળાને ઋતુસંધી કાળ કહેવામાં આવે છે જેમાં ગરમી અને ઠંડુ વચ્ચે શરીરને સ્વસ્થ રાખવા વિશેષ કાળજી લેવી પડે છે.



આયુર્વેદ તબીબ ડૉ. આલાપ અંતાણીના જણાવ્યા મુજબ આ ડબલ સીઝનમાં દિવસ દરમિયાન અનેક લોકો ગરમીથી બચવા ઠંડાપીણા અને આઈસ્ક્રીમનું સેવન કરતા હોય છે, જે ટાળવું જરૂરી છે. કારણ કે આ ડબલ સીઝનમાં આવી અતિશય ઠંડી વસ્તુઓ આરોગવાથી અથવા ઠંડુ પાણી પીવાથી કફના રોગ વધે છે. તો તેના બદલે વરીયાળી, નારિયેળ, શેરડી, ધાણા, લીંબુ પાણીનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે અને પાચનશક્તિ પણ મજબૂત રહે છે.

આવા આકરા તાપમાં શરીરની પાચનશક્તિ નબળી પડે છે તો તેને સ્વસ્થ રાખવા હળવું ખોરાક લેવું જોઈએ. તો સાથે જ મેંદા અને આથા વાળું ખોરાક ન લેવું જોઈએ તેવી પણ તબીબે સલાહ આપી હતી. આવામાં મગ, દૂધી, તુરીયા, પરવળ અને લીલા શાકભાજીનો ઉપયોગ વધારી શકાય છે. આવી ગરમીમાં શરીરને પાણી પૂરું પાડવા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ પણ ઠંડા પાણીથી દૂર રહેવું જોઈએ. સવારે ઝાકળવાળા વાતાવરણથી બચવા નવસેકા ગરમ પાણીનો ઉપયોગ પણ કરી શકાય છે.

તો વ્યાયામ મુદ્દે સલાહ આપતા તબીબે જણાવ્યું હતું કે આવી સીઝનમાં શરીરને વધારે કષ્ટ આપવું જોઈએ નહીં. શરીરને સ્વસ્થ રાખવા સુર્ય નમસ્કાર, સ્ટ્રેચિંગ, યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ. વધારે ગરમી હોવાના કારણે શરીરને માત્ર હળવા વ્યાયામથી પણ સ્વસ્થ રાખી શકાય છે.
First published:

Tags: Kutch, Local 18, Summer

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો