Home /News /kutchh /Kutch: ભુજની શેરીઓમાં ગટરના પાણીથી રસ્તા થયા બંધ, બાળકોનું ખોરવાયું શિક્ષણ

Kutch: ભુજની શેરીઓમાં ગટરના પાણીથી રસ્તા થયા બંધ, બાળકોનું ખોરવાયું શિક્ષણ

ગટરના

ગટરના પાણીમાંથી ચાલીને બાળકોને શાળાએ જવું પડે છે

ભુજ શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3 માં સતત ઉભરાતી ગટરના કારણે રસ્તાઓ બંધ થતાં બાળકોને લાંબો ફેરો ખાઈ શાળાએ જવું પડે છે ત્યારે વિદ્યાર્થીઓ શાળાએ જવાનું જ ટાળી રહ્યા છે

    Dhairya Gajara, Kutch: કચ્છના અનેક અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનો સ્ટાર ખૂબ નીચું છે. જો કે શહેરી વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃકતા હોતાં મોટા ભાગના વિદ્યાર્થીઓ નિયમિતપણે શાળાએ જતા હોય છે. પરંતુ છેલ્લા થોડા સમયથી શેરીઓની સ્વચ્છતા બાળકો અને તેમના ભવિષ્ય વચ્ચે બાધા બની રહી છે. જિલ્લામથક ભુજના વોર્ડ 1, 2 અને ત્રણમાં ગટરની સમસ્યા એટલી ગંભીર બની ગઈ છે કે અનેક વિસ્તારોમાંથી આવવા જવા રસ્તો જ બચ્યો નથી. ત્યારે વિદ્યાર્થીઓ પણ શાળાએ જવાનું તાળી રહ્યા છે.

    ભુજ શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3 મોટે ભાગે સ્લમ જેવું વિસ્તાર છે. અહીં આડેધડ થયેલા બાંધકામ ઉપરાંત નગરપાલિકાની ઉપેક્ષાના કારણે આ વિસ્તારમાં બારેય માસ ગટર અને પાણી જેવી બાબતોની સમસ્યા ચાલતી જ રહે છે. પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ બાદથી આ સમસ્યા વિકરાળ બની છે. છેલ્લા એક મહિનાથી વરસાદ પણ બંધ થયા છતાં પણ આ વિસ્તારમાં ગટરો સતત ઉભરાયા કરે છે.

    આ ત્રણ વોર્ડમાં આવેલી બકાલી કોલોની, જાફરશા પીર દરગાહ, ભારત નગર, રહીમ નગર, મુસ્તફા નગર, આશાપુરા નગર, ગાંધીનગરી વગેરે વિસ્તારોમાં રહેતા નાના બાળકોને શાળાએ જવા માટે કાં તો રસ્તાઓ પર ઉભરાયેલી ગટરમાંથી પસાર થવું પડે અથવા તો લાંબો ફેરો ખાઈ શાળાએ જવું પડે છે. પરિણામે મોટાભાગના બાળકો શાળાએ જવાનું જ ટાળી રહ્યા છે.

    વાલીઓને ભય છે કે આસપાસ રહેલી ખુલ્લી ગટર અને ખોદાયેલી ગટર લાઈનોમાં જો બાળકો પડી જશે તો તેની જવાબદારી કોઈ નહીં લે. તો વાલીઓનું કહેવું છે કે આ વિસ્તારોમાં સતત ભરાયેલા ગટરના પાણીના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર પણ આડ અસર પડી રહી છે. વાયરલ તાવ અને ડેન્ગ્યુ જેવા રોગોએ ભરડો લીધો છે ત્યારે ગટરના પાણીમાં ચાલીને અનેક બાળકોના પગમાં પણ છાલા પડી ગયા છે.

    આ પણ વાંચો: મુંદરાની 'પેડ વુમન' કચ્છની ગ્રામીણ મહિલાઓમાં ફેલાવી રહી છે માસિક ધર્મ અંગે જાગૃતિ

    આ વિસ્તારમાંથી બાળકો સરકારી શાળા નંબર 1, 3, 13, 16, 24 વગેરે શાળાઓમાં અભ્યાસ કરવા જાય છે જ્યાં ગેરહાજરીનું પ્રમાણ પણ વધારે છે. સામાન્યપણે આ શાળાઓમાં 50 ટકા જ હાજરી રહેતી હોવાથી હાજરીપત્રક વડે બાળકોની શાળાએ આવવાની ઘટમાં વધારો થયાનો અંદાજ લગાડી શકાય નહીં પરંતુ આ શાળાઓમાંથી એક શાળાના આચાર્યએ જ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે News18 ને જણાવ્યું હતું કે ગટરની સમસ્યાના કારણે છેલ્લા બે મહિનાથી બાળકોની હાજરી પર અસર પડી છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Bhuj, Bhuj Civic Issues, Kutch, કચ્છ સમાચાર, ભુજ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन