Home /News /kutchh /

Kutch: ઘઉંના નિકાસ પર રોકના કારણે કંડલા પોર્ટ પર દેશભરમાંથી આવેલી ઘઉંની હજારો ટ્રકો અટવાઈ

Kutch: ઘઉંના નિકાસ પર રોકના કારણે કંડલા પોર્ટ પર દેશભરમાંથી આવેલી ઘઉંની હજારો ટ્રકો અટવાઈ

કંડલા

કંડલા પોર્ટની બહાર ટ્રકની લાંબી કતારો

કેન્દ્ર સરકારે ઘઉંના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો બાદ હજારો ટ્રકો કચ્છના કંડલા પોર્ટ પર અટવાઈ છે જ્યારે કે નિકાસમાં થોડી છૂટછાટ મળ્યા બાદ પણ અનેક ટ્રકો પોર્ટ બહાર અટકાયેલા રહેતા ચક્કાજામ સર્જાયો છે.

  Dhairya Gajara, Kutch: શુક્રવારે મોડી રાત્રે કેન્દ્ર સરકારે (Union Goverment) એક નોટિફિકેશન બહાર પાડીને જાણકારી આપી હતી કે ભારતે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ (Wheat Export) પર પ્રતિબંધ (Wheat Export Ban) મૂક્યો છે. ફેબ્રુઆરીના અંતમાં રશિયાના યુક્રેન (Russia Yukraine War) પર આક્રમણ બાદ કાળા સમુદ્રના પ્રદેશમાંથી નિકાસમાં ઘટાડો થતાં વૈશ્વિક ખરીદદારો ઘઉંના પુરવઠા માટે ભારત તરફ વળ્યા હતા ત્યારે આ નિર્ણય બાદ અનેક દેશોમાં ઘઉંના ભાવ આસમાને પહોંચ્યા છે. તો થોડા સમય અગાઉ જ ઘઉંના નિકાસ મુદ્દે વિશ્વવિક્રમ સર્જેલા કંડલા દીનદયાળ પોર્ટ (Kandla Deendayal Port) પર હજારો ટ્રકમાં લાખો મેટ્રિક ટન ઘઉં ફસાયા છે જે કારણે પોર્ટની બહાર ટ્રકની લાંબી કતારોના કારણે ચક્કાજામ પણ સર્જાયું છે.

  એક્સપોર્ટ માટે ડીપીએ, કંડલા આવેલા અંદાજે 20 લાખ ટન ઘઉં પોર્ટ અંદર અને બહાર એક્સપોર્ટની રાહ જોઇ રહ્યા છે, 13 મેના ડીજીએફટી દ્વારા દેશમાં વધતા ઘઉંના ભાવ અને આંતરાષ્ટ્રીય પરિસ્થિતોનો હવાલો આપતા એક્સપોર્ટ પર પ્રતિબંધ લાદી દેતા અફરા તફરી મચી હતી પોર્ટ પર લોડ થઈ ચુકેલા જહાજોના કામકાજને પણ રોકાવી દેવાયું હતું. ચાર દિવસ સુધી બર્થ, જહાજ અને લોડીંગ ઠપ્પ રહેતા નિકાસકારોને કરોડોનું ડેમરેજ ચડતું હોવાથી તેમજ હજારો ટ્રકો વેઈટીંગમાં હોવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે.

  કંડલા બંદર ખાતે લગભગ 5 જહાજો ભરવા જેટીએ લંગારવામાં આવ્યા હતા. અને થોડા ઘણા ભરાયા ત્યાં નવા પરિપત્રનું અમલીકરણ કરાતા કસ્ટમે લોડિંગ અટકાવી દીધું હતું જે ગઈકાલે સાંજે ફરી બે જહાજમાં લોડિંગ શરૂ કરાયું હતું. ગઈકાલે સાંજે જારી થયેલા પરિપત્ર મુજબ કસ્ટમે નિરીક્ષણ કરી લીધું હોય તેવો જ માલ લોડ કરવાની છૂટ આપવામાં આવી છે.

  પાંચ જહાજ લાગેલા હોવાથી તે માટેનો લગભગ 0.80 મેટ્રિક ટન જ તો હાલે બંદરની અંદર છે. અને તેનું નિરીક્ષણ થઈ ગયું છે આથી આ જથ્થો નિકાસ થઇ જશે પરંતુ પોર્ટની બહાર તથા ટ્રકોમાં 12થી 16 લાખ મેટ્રિક ટન માલ છે જે નિરીક્ષણ વગરનો છે તેની નિકાસ અટકશે.

  પરિપત્ર બાદ ઘઉંનો લોડીંગ શરૂ કરાયું છે પરંતુ હજુ પણ મોટા પ્રમાણમાં જથ્થો પોર્ટની બહાર પડ્યું છે જેનું ભવિષ્ય અંધકારમય બન્યું છે તેમાં નિકાસકાર, ટ્રાન્સપોર્ટ વગેરેની સ્થિતિ પણ બગડી છે એક તરફ ગોડાઉનનું ભાડું ભરવું પડી રહ્યું છે અને બીજી તરફ જો આ જથ્થો પરત જે તે રાજ્યમાં મોકલવામાં આવશે તો ટ્રાન્સપોર્ટનું ભાડું પણ ભોગવવું પડશે તે મોટો પ્રશ્ન છે. ગાંધીધામ શહેર આસપાસના તથા તાલુકાના 75% ગોડાઉનોમાં હાલે ઘઉં ભરવામાં આવ્યા છે. જો આ ઘઉંનો જથ્થો સડવા માંડશે તો વધુ એક મોટી સમસ્યાનું નિર્માણ થશે અને નિકાસકારોને કરોડોનું નુકસાન થશે.

  આ પણ વાંચો:Kutch: જ્ઞાનવ્યાપી મસ્જિદમાં શિવલિંગ મળતા કચ્છમાં હિન્દુ સંગઠને ફટાકડા ફોડી ઉજવણી કરી

  ઉલ્લેખનીય છે કે કંડલા પોર્ટમાં ઘઉંનો કાર્ગો લઈને આવેલા ડ્રાઈવરોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પોર્ટ પ્રશાસન સાથે ચેમ્બર ઓફ કોમર્સ અને સામાજિક સંસ્થાઓ આગળ આવી હતી. ત્રણ હજારથી વધારે ફુડ પેકેટ્સ અને સ્થળ પર આહાર સામગ્રીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. માલ પહોંચાડવા માટે કેટલાક નિશ્ચીત દિવસોની જ વ્યવસ્થા સાથે નિકળતા ડ્રાઈવરો ઘઉં લોડીંગ પર પ્રતિબંધ થતા અહી અટવાઈ પડ્યા હતા.

  ડ્રાઈવરો માટે પાણી અને ભોજન જેવી પ્રાથમિક સગવડ માટે ડીપીએના ચેરમેન એસ.કે. મહેતાની દોરવણી તળે પોર્ટ પ્રશાસન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ભોજન અને પાણી વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી. જનસંપર્ક અધિકારી ઓમપ્રકાશ દાદલાણીએ જણાવ્યું કે ત્રણ હજારથી વધુને સવાર સાંજ નાસ્તા, ભોજન અને પાણીની વ્યવસ્થા કરાઈ છે. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડ પણ અન્ય સભ્યો સાથે ઓનગ્રાઉન્ડ સ્થળ પર સેવામાં જોડાયા હતા.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Kutch City, કચ્છ

  આગામી સમાચાર