Home /News /kutchh /

Kutch: ભારતની આઝાદી બાદ જ કચ્છી કારીગરે બાંધણી વડે બનાવ્યો હતો ભારતનો નકશો

Kutch: ભારતની આઝાદી બાદ જ કચ્છી કારીગરે બાંધણી વડે બનાવ્યો હતો ભારતનો નકશો

બાંધણી વડે બનાવાયેલ ભારતનો નકશો

1947માં ભારતના વિભાજન બાદ નવા બનેલા ભારતના નકશાને કચ્છી કારીગરે બાંધણી વડે બનાવ્યો હતો જેને આજે તેના પુત્ર દ્વારા સાચવી રાખવામાં આવ્યો છે

    Dhairya Gajara, Kutch: આઝાદીને આજે 75 વર્ષ પૂરા થયા છે (Independence Day 2022) ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી આસામ સુધી દેશભક્તિનો રંગ છવાયેલો છે. 1947માં આઝાદી બાદ ભારતનું વિભાજન (Partition of India) થયું હતું અને પશ્ચિમમાં પાકિસ્તાન તો પૂર્વમાં બાંગ્લાદેશ છુટ્ટા પડ્યા હતા. આ રીતે બ્દેશની સરહદ નક્કી થતાં ભારતનો નકશો (India Map) બનાવવામાં આવ્યો હતો. 1948માં જ દેશના પશ્ચિમી ખૂણે કચ્છમાં એક બાંધણીના કારીગરે (Bandhani Artisan) પોતાની કળા વડે કાપડ પર બાંધણીનો ભારતનો નકશો (Bandhani Indian Map) બનાવ્યો હતો જે આજે પણ તેના પૌત્ર દ્વારા સાચવવામાં આવ્યો છે.



    કચ્છ હસ્તકળાઓનું ભંડાર ધરાવે છે. અહીંની હસ્તકળાઓ વૈવિધ્યસભર તો છે જ ઉપરાંત અહીંના કારીગરો પણ પોતાની કળાની ઉપાસના કરતા હોય તેમ તેના તરફ સમર્પિત છે. તો કચ્છી બાંધણીના કારીગરોએ પણ વિશ્વભરમાં નામના મેળવી છે જે થકી દેશ વિદેશથી કચ્છની મુલાકાતે આવતા લોકો અહીંથી બાંધણીની ખરીદી કરીને જાય છે.

    ભારતની આઝાદી બાદ બાંધણીના કારીગર ઇશાક મીઠા ખત્રીને આ સુંદર કળા દ્વારા આઝાદ ભારતનો નકશો બનાવવાની ઈચ્છા પ્રગટી. 1948માં ઇશાકભાઈએ પ્રાકૃતિક રંગોથી કેમિકલ મુક્ત નકશો બાંધણી કળા વડે તૈયાર કર્યો હતો. પોતાને અતિપ્રિય તેવી આ કૃતિ તેમણે પોતાના છેલ્લા શ્વાસ સુધી સાચવીને રાખી અને ત્યારબાદ તેમના પુત્રને આ નકશાની જાળવણી કરવાની જવાબદારી મળી. તો હાલ ઇશાકભાઈના પૌત્ર ઇમરાન સુલેમાન મીઠા ખત્રી આ કૃતિની સાર સંભાળ રાખી રહ્યા છે.



    ઇમરાનભાઈ કચ્છના ભુજ તાલુકાના અજરખપુર ગામ ખાતે પોતાનો હસ્તકળાનો વ્યવસાય ચલાવે છે. તો આજે આઝાદીના 75 વર્ષ પૂરા થતાં અજરખ હસ્તકળા માટે જાણીતા એવા આ અજરખપુર ગામની પ્રાથમિક શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં કળા કારીગરીથી ભરપુર આ ઐતિહાસિક નકશો બાળકો માટે પ્રદર્શનમાં મૂકવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો:   ત્રિરંગે રંગાયું કચ્છનું રોગાન; કારીગરે ત્રિરંગે ટ્રી ઓફ લાઇફની આકૃતિ બનાવી

    ઇમરાનભાઈની ઈચ્છા છે કે આ ઐતિહાસિક નકશાને ભારતના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાન સ્વીકાર કરે અને નવા બની રહેલા સંસદ ભવનમાં આ નકશાને સ્થાન મળે. "અમે ત્રણ પેઢીથી આ કૃતિને સાચવ્યું છે. હું જીવીશ ત્યાં સુધી આની સંભાળ રાખીશ પણ મારી ઈચ્છા છે કે જો આ નકશો ભારતના સંસદમાં મુકાય તો તેનું સાચું મૂલ્ય થશે અને તે સદીઓ સુધી સચવાયેલું રહેશે," તેવું ઇમરાનભાઈએ કહ્યું હતું.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: 75th Independence Day, Aazadi ka amrut mahotsav, Independence day, Kutch Handicraft, Kutch news, Kutch Samachar

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन