Home /News /kutchh /Kutch: ગુજરાતનું ગોવા બન્યું આ શહેર, એક જ મહિનામાં 7 લાખ પ્રવાસી આવ્યા

Kutch: ગુજરાતનું ગોવા બન્યું આ શહેર, એક જ મહિનામાં 7 લાખ પ્રવાસી આવ્યા

X
સફેદ

સફેદ રણ ઉપરાંત આ બધા સ્થળો પ્રવાસીઓની લીસ્ટ પર

રણોત્સવ શરૂ થયા જ કચ્છની પ્રવાસન સીઝન શરૂ થઈ છે અને સીઝનના પહેલા મહિનામાં જ કચ્છના વિવિધ પ્રવાસન સ્થળો પર સાત લાખથી વધારે મુલાકાતીઓ નોંધાયા હતા

    Dhairya Gajara, Kutch: રણ અને ગ્રામીણ પ્રદેશોથી બનેલો કચ્છ જિલ્લો છેલ્લા દોઢ દાયકામાં પ્રવાસન હબ બન્યું છે. દેશ વિદેશથી લોકો અહીંનું સફેદ રણ જોવા પહોંચે છે. તો પ્રવાસીઓની સંખ્યા વધતા જિલ્લામાં પ્રવાસન સ્થળોની સંખ્યા પણ સતત વધી રહી છે, જેથી કચ્છ ફરવા આવતા પ્રવાસીઓને રણથી લઈને ડુંગર અને દરિયા સહિત એક ફૂલ ટુર પેકેજ મળી રહે છે. પ્રવાસન સ્થળો વિકસતા હવે મોટાભાગના સ્થળો ફરી લેવા પ્રવાસીઓ પણ લાંબા સમય સુધી કચ્છના રોકાણ કરી રહ્યા છે. આ કારણે છેલ્લા એક નવેમ્બર મહિનામાં જ કચ્છના વિવિધ પર્યટન સ્થળો પર સાત લાખ જેટલા મુલાકાતીઓ નોંધાયા હતા.


    દિવાળી વેકેશન શરૂ થાય એટલે કચ્છમાં પર્યટન સીઝન શરૂ થઈ જતી હોય છે. દિવાળી વેકેશન બાદ જ રણોત્સવ પણ શરૂ થતાં, તેની વચ્ચે આવતા નાતાલ, ન્યુ યર, ઉત્તરાયણ સહિતના તહેવારો સહિત ફેબ્રુઆરી મહિનાના અંત સુધી પ્રવાસીઓનો ધસારો અવિરતપણે ચાલુ રહે છે. જો કે, ગત વર્ષે કોરોના મહામારીના કારણે લગાવાયેલી પાબંદીઓના કારણે આ ધસારો ઘટયો હતો. જો કે, આ વર્ષે ફરી પ્રવાસન પૂરબહારે ખીલતા દિવાળી બાદ શરૂ થયેલા રણોત્સવના પહેલા મહિનામાં જ કચ્છના વિવિધ 15 સ્થળોએ સાત લાખ મુલાકાતીઓ નોંધાયા હતા.


    જો સ્થળ મુજબ પ્રવાસીઓની વાત કરીએ તો સૌથી વધારે 3.24 લાખ પ્રવાસીઓ ગાંધીધામ શહેરમાં નોંધાયા જતા જે બાદ 1.58 લાખ પ્રવાસીઓએ ભુજના વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. તો દેશદેવી મા આશાપુરાના ધામ માતાનો મઢ ખાતે 70 હજાર જેટલા પ્રવાસીઓ પહોંચ્યા જતા અને તેની પાસે આવેલા નારાયણ સરોવર ખાતે 46 હજાર અને કોટેશ્વર મહાદેવ મંદિરે 33 હજાર લોકોએ માથો ટેક્યો હતો.


    ભુજના નવા સ્વામિનારાયણ મંદિર ખાતે 98 હજાર પ્રવાસીઓએ દર્શન કર્યા હતા. શહેરના પ્રાગ મહેલ ખાતે 32 હજાર, આઇના મહેલ ખાતે 11 હજાર અને કચ્છ મ્યુઝિયમમાં 15 હજાર મુલાકાતીઓ પહોંચ્યા હતા. માંડવીના વિજયવિલાસ પેલેસ ખાતે 22 હજાર, ક્રાંતિતીર્થ ખાતે 14 હજાર, તો વિન્ડફાર્મ બીચ પર 10 હજાર સહેલાણીઓ પહોંચ્યા હતા. વિશ્વવિખ્યાત સફેદ રણ ખાતે 31 હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી તો પૂર્વ કચ્છના અંજારમાં આવેલી જેસલ તોરલની સમાધિ ખાતે 1362 લોકોએ મુલાકાત લીધી હતી.
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन