Home /News /kutchh /Kutch: કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ મળશે આ સુવિધા, જુઓ ફોટો

Kutch: કચ્છ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં જ મળશે આ સુવિધા, જુઓ ફોટો

કચ્છ યુનિવર્સિટીમાં બનશે કચ્છનું પહેલું પરીક્ષા કેન્દ્ર

કચ્છની એકમાત્ર મહાવિદ્યાલય કચ્છ યુનિવર્સિટીમાં બની રહેલા આધુનિક એક્ઝામ બિલ્ડિંગમાં એક સાથે 400 વિદ્યાર્થીઓ બેસીને યુનિવર્સિટી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપી શકશે

    Dhairya Gajara, Kutch: વર્ષ 2005થી કચ્છ યુનિવર્સિટીનો પોતાનો કેમ્પસ બન્યું ત્યારથી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે નવી નવી સુવિધાઓ વસાવવાનું કામ ચાલુ છે. અભ્યાસ સાથે ઇત્તર પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ જોડાય તે માટે રમત ગમત સંકુલ પણ બની રહ્યું છે. તો અભ્યાસ મુદ્દે પણ સુવ્યવસ્થા ઊભી કરવા કચ્છનો પ્રથમ અત્યાધુનિક પરીક્ષા સંકુલ પણ યુનિવર્સિટી મધ્યે બનાવવાની શરૂઆત થઈ ગઈ છે.

    કચ્છ યુનિવર્સિટીની સ્થાપના થઇ તે સમયે માત્ર 12 યુનિવર્સિટી તેની હેઠળ કાર્યરત હતી. આજે 18 વર્ષ બાદ આ કોલેજોની સંખ્યા બમણી કરતા પણ વધી 45 સુધી પહોંચી છે. કચ્છના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને કારકિર્દીને સારા પંથ પર લઈ જવાની જવાબદારી આ યુનિવર્સિટી ધરાવે છે. તો સમયની સાથે યુનિવર્સિટીમાં નવા નવા વિષયો અને ડિપાર્ટમેન્ટ પણ જોડવામાં આવ્યા છે. જીઓલોજી અને અર્થ સાયન્સ જેવા વિભાગોમાં દેશભરમાંથી વિદ્યાર્થીઓ ભણવા અહીં આવે છે.



    વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે હર સેમેસ્ટરના અંતે લેવાતી પરીક્ષા મહત્વનો ભાગ ભજવે છે. આ પરીક્ષાઓ સુગમ રીતે યોજાય તે દિશામાં એક નવું પગલું ભરતાં યુનિવર્સિટી દ્વારા એક ખાસ પરીક્ષા બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. યુનિવર્સિટીના મુખ્ય પ્રશાસન વિભાગની પાછળ આવેલી ખાલી જમીન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવશે. હાલ પરીક્ષા વિભાગના વડા તેમજ અન્ય કર્મચારીઓ પ્રશાસન બિલ્ડિંગમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર બેસે છે તો તેમનું પણ સંપૂર્ણ કાર્યભાળ આ નવી પરીક્ષા બિલ્ડિંગમાં ખસેડાશે.



    આ બિલ્ડિંગનો મૂળ હેતુ પરીક્ષા વિભાગના કામકાજ માટે રહેશે. તો સાથે જ આ અદ્યતન બિલ્ડિંગમાં ખાસ પરીક્ષા ખંડો પણ બનાવવામાં આવશે જેમાં એક સાથે 300 થી 400 વિદ્યાર્થીઓ બેસી પોતાની પરીક્ષા આપી શકે. News18 સાથે વાત કરતા કચ્છ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડૉ. જી. એમ. બુટાણીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આ બિલ્ડિંગ તૈયાર થઈ જશે અને પરીક્ષા વિભાગને સંપૂર્ણ રીતે એક નવી બિલ્ડિંગ આપવામાં આવશે. તો સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષા બિલ્ડિંગનો વપરાશ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે પણ કરી શકાશે.



    ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરોમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાનગી પરીક્ષા કેન્દ્રો હોય છે. ત્યારે કચ્છમાં ઊભો થનારો આ પરીક્ષા કેન્દ્ર સંપૂર્ણ રીતે યુનિવર્સિટી દ્વારા સંચાલિત હશે.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: Kutch, Local 18

    विज्ञापन
    विज्ञापन