Home /News /kutchh /Kutch: હડપ્પન સભ્યતાનો ઉદ્દભવ જાણવાની આશા જાગી, કચ્છના અન્ય ત્રણ સ્થળો પર ઉત્ખનન કરવામાં આવશે

Kutch: હડપ્પન સભ્યતાનો ઉદ્દભવ જાણવાની આશા જાગી, કચ્છના અન્ય ત્રણ સ્થળો પર ઉત્ખનન કરવામાં આવશે

X
અગાઉ

અગાઉ ખટિયામાંથી મળ્યા છે 500 જેટલા હાડપિંજર

કચ્છના અખાત ઉપરાંત લખપત તાલુકાના ખટિયા અને ભુજના ભૂરાગઢને આ વર્ષે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્ખનન સૂચિમાં શામેલ કરાયા

Dhairya Gajara, Kutch: કચ્છના છેવાડાના વિસ્તારમાં આવેલા ધોળાવીરાએ આજથી પાંચ હજાર વર્ષ પહેલાંની હડપ્પન સભ્યતા વિશે દુનિયાને અનેક પ્રકારની માહિતી આપી છે. ત્યારે ધોળાવીરા બાદ કચ્છના અન્ય ત્રણ સ્થળો પર આ વર્ષે ઉત્ખનન કરવામાં આવશે. વર્ષ 2017માં કચ્છમાં મળી આવેલા અન્ય એક હડપ્પન નગર ખટિયા સહિત ભુજ તાલુકાના મેઘપર પાસે આવેલા ભૂરાગઢ અને કચ્છમાં અખાતમાં પણ આ વર્ષે કચ્છ યુનિવર્સિટી અને કરેલા યુનિવર્સિટી દ્વારા મળીને ઉત્ખનન કરવામાં આવશે. અર્લી હડપ્પન સાઈટ્સ ભુરાગઢ અને ખટિયામાં ઉત્ખનન થકી સંશોધકોને હડપ્પન સભ્યતાની શરૂઆત વિશે માહિતી મળવાની આશા દેખાય છે.

આર્કેઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડીયા દ્વારા વર્ષ 2023-24માં દેશભરમાં કુલ 31 સ્થળો પર ખોદકામ કરવામાં આવશે, જેમાં કચ્છના ત્રણ સ્થળોનો પણ સમાવેશ થાય છે. કચ્છના ભૂરાગઢ અને ખટિયામાં કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી દ્વારા મળીને ઉત્ખનન કરવામાં આવશે.2017માં જ કચ્છના લખપત તાલુકામાં આવેલા ખટિયામાં શરૂ કરાયેલ ઉત્ખનન થકી અહીં એક વિશાળ હડપ્પન નગર હોવાના અવશેષો મળી આવ્યા હતા. તો આ પ્રારંભિક હડપ્પન નગરમાંથી 500 જેટલા માનવ હાડપિંજર મળી આવ્યા હતા જેના પર વધારે સંશોધન થકી હડપ્પન સભ્યતાના ઉદ્દભવ વિશે જાણકારી મેળવી શકાશે તેવું સંશોધકો માને છે.

તો કચ્છ યુનિવર્સિટી અને કેરળ યુનિવર્સિટી દ્વારા જ ભુજ તાલુકાના મેઘપર પાસે આવેલા ભૂરાગઢમાં પણ ઉત્ખનન કરવામાં આવશે. સંશોધકોનું માનવું છે કે અત્યારસુધી કચ્છની સીમાઓ પર હડપ્પન નગરો મળ્યા છે ત્યારે આ નગર કચ્છના મધ્યમાં હોતાં અનેક નવી માહિતી મળી શકે છે. અન્ય નગરો કરતા અલગ પરિસ્થિતિમાં રહેતા અહીંના લોકોના જીવન વિશે વધુ માહિતી મળશે તેવી સંશોધકો આશા સેવી રહ્યા છે.

તો કચ્છના અખાતમાં થનારો ઉત્ખનન એક દરિયાઈ ઉત્ખનન હશે. આ ઉત્ખનન માટેની અનુમતિ કોણે માગી હતી તેની હજુ ચોક્કસ માહિતી નથી પરંતુ એ.એસ.આઇ. દ્વારા આ સ્થળનું નામ પણ ઉત્ખનન સૂચિમાં શામેલ કર્યું છે.
First published:

Tags: Kutch, Local 18

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો