Dhairya Gajara, Kutch: વિસ્તારની દૃષ્ટિએ કચ્છ જિલ્લો (Kutch District) ભારતમાં સૌથી મોટો છે તો સાથે જ ગુજરાત રાજ્યનો ટ્રાન્સપોર્ટ વાહન (Highest number of transport vehicles) ધરાવતો પ્રથમ ક્રમાંકનો જિલ્લો છે. આવામાં પૂર્વ કચ્છના (East Kutch) લોકોને વાહન વ્યવહાર કચેરીના (Regional Transport Office) કામ માટે જિલ્લામથક ભુજ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે પૂર્વ કચ્છના અંજાર ખાતે નવી સહાયક વાહન વ્યવહાર કચેરી (Anjar ARTO) નિર્માણ પામી છે. લોકો હવે લાયસન્સ અને અન્ય સંબંધિત પ્રક્રિયાઓ માટે અંજાર આરટીઓ ખાતેથી લાભ લઈ શકશે અને નવી કચેરી સાથે પૂર્વ કચ્છને નવું આરટીઓ કોડ GJ39 (Gujarat RTO Code) પણ મળ્યો છે.
કચ્છમાં ખનિજ ઉત્ખનન વ્યવસાય સારી માત્રામાં ચાલતું હોવાથી અહીં પરિવહન વ્યવસાય ખૂબ વિકસેલો છે. વિશાળ એવા કચ્છ જિલ્લાના હજારો પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કચ્છમાં અનેક સરકારી ખાતાઓ પૂર્વ અને પશ્ચિમ એમ બે વિભાગમાં વિભાજિત થયેલા છે. પરંતુ વાહન વ્યવહાર માટે જિલ્લામથક ભુજ ખાતે જ ફક્ત એક કચેરી હોતાં પૂર્વ કચ્છના છેવાડાના તાલુકાઓમાંથી પણ લોકોને પોતાની નવી ગાડીની પાસીંગ અને લાયસન્સ સંબંધિત કામ માટે ભુજ સુધી જવું પડતું હોય છે. ત્યારે ગુરુવારે પૂર્વ કચ્છના અંજાર ખાતે નવી સહાયક વાહન વ્યવહાર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેથી પૂર્વ કચ્છના છેવાડાના ગામડાઓને લાભ મળી શકે.
ગુજરાત રાજ્ય બંદરો અને વાહન વ્યવહાર વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના અંજાર ખાતે નવનિર્મિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીનો લોકાર્પણ ગુરુવારે રાજ્યમંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. અંજાર ખાતે 1500 ચોરસમીટરનું બાંધકામ ધરાવતું અને રૂ. 5.70 કરોડના ખર્ચથી ARTO કચેરીનું નિર્માણ કરવામાં આવેલ છે. નવી કચેરી ખાતે લોકો માટે આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ ટુ વહીલર તેમજ ફોર વહીલર ના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ઉપલબ્ધ હશે. ARTO અંજાર ખાતે કચ્છ જિલ્લાના 4 તાલુકા અંજાર ગાંધીધામ ભચાઉ રાપર તાલુકના અરજદારોને મોટરવાહન તેમજ લાયસન્સ ને લગતી કામગીરી સુગમ્ય વ્યવસ્થા સાથે ઉપલબ્ધ થશે.
તો નવી કચેરી બનતા હવેથી પૂર્વ કચ્છમાં આરટીઓ પાસિંગ થતાં વાહનોને GJ39 સિરીઝ મળશે. સાથે જ કચ્છ રાજ્યનો પ્રથમ જિલ્લો બનશે જ્યાં બે વાહન વ્યવહાર કચેરી હોય અને એક જ જિલ્લામાં બે આરટીઓ સિરીઝ પર ગાડી પા થતી હોય.