Home /News /kutchh /

Rainfall in Kutch: અતિભારે વરસાદમાં પશુનું મરણ થયું હોય તો આ રીતે મેળવો સરકારી સહાય

Rainfall in Kutch: અતિભારે વરસાદમાં પશુનું મરણ થયું હોય તો આ રીતે મેળવો સરકારી સહાય

દુધાળા

દુધાળા પશુઓ તેમજ માલવાહક પશુઓના બદલે મળશે સહાય

જિલ્લામાં વરસેલા અતિભારે વરસાદના કારણે અનેક પશુઓનું મોત નિપજ્યું છે ત્યારે પશુપાલન પર નભતા કચ્છમાં પશુપાલકો પર આવેલી આફતમાં સહારો બનવા જિલ્લા પ્રશાસન આર્થિક સહાય આપશે.

    Dhairya Gajara, Kutch: રણપ્રદેશ (Desert in Kutch) હોવાના કારણે કચ્છ જિલ્લામાં પાણીની ભારે અછત (Water Shortage in Kutch) ઊભી થતી હોય છે. અનિયમીત વરસાદના કારણે પણ અહીં પશુપાલન (Kutch Animal Husbandry) કરવું ખૂબ કઠિન બનતું હોય છે પણ છતાંય કચ્છના પશુપાલકો પોતાના ખમીરના જોરે પશુપાલનને કચ્છનું બીજો સૌથી મોટોવ્યવસાય બનાવ્યોછે. પણ અનેક વખત કુદરતી આપત્તિઓ (Natural Disasters) આ માલધારીઓ પર ત્રાટકે છે ત્યારે તેમના માથે આભ પડે છે. હાલમાં જ કચ્છમાં વરસેલા અતિભારે વરસાદ (Kutch Heavy Rainfall)ના કારણે અનેક પશુઓના મોત (Kutch Animals Death) થયાહતા. ત્યારે જિલ્લા પ્રશાસન દ્વારા આવા પશુઓના માલિકને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.

    કચ્છ જિલ્લામાં આ વર્ષે અષાઢ મહિનાની શરૂઆત સાથે જ સર્વત્ર થયેલી મેઘવર્ષાથી ખેડૂતોમાં તેમજ માલધારીઓમાં ખુશીની લહેર દોડી આવી હતી. પરંતુ અતિભારે વરસાદના કારણે મેઘરાજાની મહેર કહેર બની હતી અને ખેડૂતો તેમજ માલધારીઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. ક્યાંક વીજળી ત્રાટકવાના કારણે પશુઓ મૃત્યુ પામ્યા હતા તો ક્યાંક અતિવૃષ્ટિના કારણે પશુઓ પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. તો અનેક સ્થળો પર વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતાં પણ પશુઓની મોત થઈ હતી. હાલ કચ્છ જિલ્લામાં 110 જેટલાં પશુઓનું કુદરતી આપત્તિથી મુત્યુ થયું હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. તો હજુ પણ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા આ મુદ્દે સર્વેક્ષણ ચાલુ છે.

    આ પણ વાંચો- અમદાવાદનો વિદ્યાર્થી એક દિવસ માટે બનશે ગુજરાતનો CM

    રાજ્ય સરકાર દ્વારા પશુપાલકો અને ખેડૂતો માટે રાજ્યમાં ભારે વરસાદના પગલે અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પશુપાલકની માલિકીની ગાય, ભેંસ અને બીજા અન્ય પશુઓ જો વાવાઝોડા, વીજળી ત્રાટકવાથી કે અતિવૃષ્ટિ એટલે કે ભારે વરસાદથી દીવાલ ધસી પડવાથી આવા પશુઓ મૃત્યુ પામે તો રાજ્ય સરકાર ભેંસ અને ગાયના અકસ્માત મૃત્યુ બદલ માલિકને પ્રતિ પશુ 30,000 રૂપિયા લેખે વધુમાં વધુ ત્રણ પશુઓની મર્યાદામાં, ઘોડા ઊંટ જેવા પશુઓ માટે પ્રતિ પશુ 25, 000 અને નાના પશુઓ જેમ કે પાડા, વાછરડા જેવા માટે પ્રતિ પશુ 16,000 રૂપિયા લેખે 6 પશુઓ સુધી સહાય મળવા પાત્ર છે. તેમજ ઘેટા બકરાના કિસ્સામાં 3,000 રૂપિયા પ્રમાણે વધુમાં વધુ 30 ઘેટા બકરા માટેની સહાય આપવામાં આવશે.

    આ પણ વાંચો- ભરબજારમાં પતિએ ધોકાના ફટકા મારી પત્નીનું ઢીમ ઢાળી દીધું

    આવા કિસ્સામાં મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ સરકારી પશુ ચિકિત્સક ન કરે ત્યાં સુધી મૃત પશુઓની બોડીનો નિકાલ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. જો આપના પશુનું પણ કુદરતી આપત્તિના કારણે મૃત્યુ થયું હોય તો ગામના તલાટી મંત્રીને તાત્કાલિક જાણ કરી પશુપાલકનું આધારકાર્ડ, બેંક પાસબુક, મૃત પશુ સાથે માલિકનો ફોટો તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन