Home /News /kutchh /

Kutch: વેરાન વિસ્તારમાં આ પશુપ્રેમીની પવનચક્કી પશુઓ માટે બની છે અમૃતનો સ્ત્રોત

Kutch: વેરાન વિસ્તારમાં આ પશુપ્રેમીની પવનચક્કી પશુઓ માટે બની છે અમૃતનો સ્ત્રોત

પવનચક્કી

પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી બાજુના હોજને 24 કલાક પાણીથી ભરેલું રાખે છે.

માંડવી તાલુકાના કાઠડા ગામના એક પશુપ્રેમીએ નિર્જન વિસ્તારમાં પવનચક્કી બનાવી પ્રાણીઓને 24 કલાક પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી.

    Kutch: ઉનાળો શરૂ થાય (Kutch Summer) એટલે કચ્છ જિલ્લામાં ઠેર ઠેર પાણી માટે પોકાર (Kutch Water Issues) ઉઠે છે. ખેડૂતોને ખેતી (Kutch Farmers) માટે પાણી પૂરું નથી પડતું, માલધારીઓને (Kutch Cattle Herders) પોતાના માલ માટે તો બાકીના લોકોને પીવા માટે પાણી પૂરું નથી પડતું. પણ અબોલા જીવોની વ્યથા તો બધાથી અલગ છે. તેઓ તો તરસ્યા પણ રહે અને કોઈને કહી પણ ન શકે. પણ છતાંય સમાજમાં એવા અનેક લોકો છે જે આવા અબોલા પશુઓની પોકાર પણ સાંભળી લે છે. કચ્છના માંડવી તાલુકાના (Mandvi Kutch) એક પશુપ્રેમીએ (Animal Lover) પ્રાણીઓને પાણી પૂરું પાડવા એક પવનચક્કી બનાવી છે જે 24 કલાક હવાડા (Trough of water for cattle) ને પાણીથી ભરી રાખે છે.

    માંડવી તાલુકાના કાઠડા ગામના વતની અને હાલ ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવતાં અને પશુપંખી પ્રેમી તરીકે જાણીતા નવીનભાઈ ગઢવીએ પોતાની સૂઝબૂઝથી એકદમ સૂમસામ જગ્યા પર, જ્યાં કોઈ લાઇટ નથી કોઈ માણસ નથી કોઈ વાડી નથી, એવી જગ્યાએ પવનચકકી બનાવી છે, જેને કારણે ખંડેર કૂવો તો જીવંત થયો સાથે સાથે હવાડો સતત પાણીથી ભરાયેલો રહેતાં પશુઓને પીવા માટે પાણી પણ મળતું થયું છે. આવી કાળઝાળ ગરમીમાં અબોલ પશુઓને જંગલમાં પાણી મળી રહે તે માટે વનવગળામાં પવન ઊર્જા (Wind energy) આધારીત પવનચકકીઆ પશુપ્રેમીએ બનાવી છે.

    માંડવી તાલુકાના બાયઠ, ઉનડોઠ, નાની ઉનડોઠ, મોટા લાયજા, ગોધરા, પદમપર અને કાઠડા ગામની સીમમાં માલધારીઓ પશુઓ ચરાવવા માટે આવતા હોય છે. પરંતુ અહીં હવાડો અને કૂવો હોવા છતાં પણ તેમાંથી સતત પાણી ઉલેચીને હવાડા ભરી પશુઓને પીવાનું પાણી મળતું રહે તેવી વ્યવસ્થા કરવી મુશ્કેલ હતી, જેના કારણે પશુઓને પણ પાણી મળી શકે તેમ ન હતું.

    ઉપરાંત હવાડાની સાથે સાથે કૂવો પણ નિર્જન થઈ ગયો હતો. જો ચોવીસ કલાક કુવામાંથી પાણી નીકળતું રહે અને તેની સાથે સાથે હવાડા ભરેલા રહે તેવી વ્યવસ્થા થાય તો પશુ - પંખી બંને ને પાણી પીવા માટે પાણી મળી રહે તેવો વિચાર પશુપ્રેમી નવીનભાઈને આવ્યો હતો. જેને તેમને સોશિયલ મીડિયામાં સ્ટેટ્સ મારફતે વહેતો કર્યો હતો. અને તેની માટે ફંડની જરૂર હોતા આજુબાજુનાં ગામજનો દ્વારા યથાશકિત ફાળો મેળવીને ફંડ એકત્ર કરવામાં આવ્યું.

    આ પણ વાંચો: Jignesh Mevani - Reshma Patel: MLA જીગ્નેશ મેવાણી અને રેશ્મા પટેલને કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી

    ફંડની મદદથી 15 દિવસની સખત મહેનત બાદ પોતાની સૂઝબૂઝથી નવીનભાઇએ પવનચક્કી તૈયાર કરીને કૂવા પર બેસાડી તેમજ તૂટેલા હવાડાનુંપણ સમારકામ કરવામાં આવ્યું હતું. જેથી કરીને વધારાનું પાણી પાછું કૂવામાં જાય. પવનચક્કીથી હવાડો સતત પાણીથી ભરેલો રહેતા માલધારી સહિત પશુ પક્ષીઓને ગરમીમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર