Home /News /kutchh /

Kutch: ગાયોના મોતથી માલધારીઓમાં ચિંતા, લખપતના ગામોમાં ફેલાયું લમ્પી સ્કિન ડીસીઝ

Kutch: ગાયોના મોતથી માલધારીઓમાં ચિંતા, લખપતના ગામોમાં ફેલાયું લમ્પી સ્કિન ડીસીઝ

બીમારી

બીમારી ફેલાતા પશુપાલન વિભાગ દ્વારા કામગીરી શરૂ કરાઇ

લખપત તાલુકાના કૈયારી ગામ ખાતે છેલ્લા થોડા દિવસોથી ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ નામનો રોગ ફેલાયો છે જે ને કારણે ગાયોને શરીર પર ફોલા થવા ઉપરાંત તાવ પણ આવે છે, તો માલધારીઓનું કહેવું છે કે અનેક ગાયોના મોત પણ થયા છે.

    કચ્છ:  સરહદી કચ્છ જિલ્લામાં (Kutch District) છૂટી છવાયેલી માનવ વસ્તી કરતા પશુધનની વસ્તી ચડિયાતી છે. ખેતીવાડી (Agriculture in Kutch) બાદ પશુપાલન (Animal Husbandry in Kutch) આ વિસ્તારનો સૌથી મોટો વ્યવસાય છે. તેવામાં હાલ કચ્છના સરહદીય લખપત તાલુકાના (Lakhpat Taluka) કૈયારી ગામની ગાયોમાં લમ્પી સ્કિન ડીસીઝ (Lumpy Skin Disease) નામની બીમારી ફેલાઈ છે જે નેકારણે આ વિસ્તારની હજારો ગાયો પર જોખમ ઉભુ થયું છે. તો ગાયોમાં આ બીમારી ફેલાયા બાદ અનેક ગાયોનામોત થયાહોવાનુંપણ માલધારીઓ જણાવી રહ્યા છે, જેથી વિસ્તારના માલધારીઓમાં ભય ફેલાયો છે.

    જિલ્લાના સરહદીય લખપત તાલુકામાં 2.5 હજારથી 3 હજાર જેટલી ગાયો આવેલી છે. તો અહીંના કૈયારી ગામમાં વર્ષોથી લાલ પાઘડી રબારી સમાજના લોકો પણ પશુપાલન સાથે સંકળાયેલા છે. તો હાલમાં જ તાલુકાના આ કૈયારી ગામે ગાયોમાં એક વિચિત્ર બીમારી જોવા મળી રહી છે. આ બીમારીમાં ગાયોને પૂરા શરીર પર ઠેર ઠેર ફોલા થઈ આવે છે. તો સાથે જ માલધારીઓનું કહેવું છે કે ગાયોના પગમાં સોજા પણ જોવા મળે છે.

    માલધારીઓનું કહેવું છે કે આ બીમારી ફેલાયા બાદ ગામની અનેક ગાયોના મોત પણ થયા છે, જે કારણે વિસ્તારના માલધારીઓમાં પોતાની ગાયોને લઈને ચિંતા વધી છે. હાલ ઉનાળો શરૂ થતાં ઘાસચારા અને પાણીની સમસ્યા પણ વિકટ છે ત્યારે ગાયોમાં ફેલાયેલી આ બીમારીના કારણે માલધારીઓમાં આર્થિક નુકસાનની ભિતી પણ સેવાઈ રહી છે.

    આ પણ વાંચો:જીજ્ઞેશ મેવાણીને મળ્યા જામીન, પીએમ મોદી વિરુદ્ધ ટ્વિટ અંગે થઇ હતી ધરપકડ

    તો જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા પણ આ મુદ્દે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પશુઓના લોહીના સેમ્પલ લઈને તેને પરીક્ષણ માટે મોકલાયા છે. તો ફોલામાંડ્રેસિંગ કરવામાં આવી રહ્યુંછે જે ઉપરાંત ગાયોને એન્ટીબાયોટિક દવાઓ તેમજ વિટામિનની દવાઓ પણ અપાઈ રહી છે, જેથી રિકવરી ઝડપી બને.

    આ પણ વાંચો: હાર્દિક પટેલે વિધાનસભા ચૂંટણી પૂર્વે કર્યો મોટો ઈશારો, શું કેસરિયા કરવાની તૈયારી?

    જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડૉ. હરેશ ઠક્કરે News18 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આ રોગ સામાન્યપણે માખી ઇતરડી જેવા જંતુઓથી ફેલાય છે અને તેમને નિયંત્રણમાં રાખવા પણ ખૂબ જરૂરી બને છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन