Home /News /kutchh /Rain in Kutch: ઉનાળો ભૂલાઇ ગયો કે શું? હવે તો કચ્છમાં પણ ભર ઉનાળે કડાકા ને ભડાકા!

Rain in Kutch: ઉનાળો ભૂલાઇ ગયો કે શું? હવે તો કચ્છમાં પણ ભર ઉનાળે કડાકા ને ભડાકા!

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

કચ્છમાં પરોઢથી જ શરૂ થયેલા ઝરમર ઝાપટાથી સવાર દરમિયાન શ્રાવણ માસ જેવો અંધકાર જિલ્લાભરમાં ફેલાયો હતો ત્યારે અનેક વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો હતો

    Dhairya Gajara, Kutch: ઉનાળાની શરૂઆત સાથે જ ગુજરાતમાં અતિશય ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાની આગાહી જાહેર કરતા ખેડૂતોને જીવ તાળવે ચોંટી ગયા હતા. રાજ્યના દક્ષિણ, પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની આગાહી વચ્ચે છેલ્લા બે દિવસથી કચ્છમાં વાદળછાયું વાતાવરણ ઊભું થયું છે તો બુધવારે પરોઢથી કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જ વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસતા જિલ્લાભરમાં સૂર્યોદય થયો જ ન હોય તેવો અંધકાર છવાયો હતો.

    ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. તે મુજબ જ છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ વરસાદી માહોલ ઉભો થયો છે. જો કે કચ્છમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ હતું પરંતુ આજે બુધવારે પરોઢથી જ કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. તો અનેકવિસ્તરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વાતાવરણ ઊભો થયો હતો.



    પશ્ચિમ કચ્છના ભુજ, નખત્રાણા, અબડાસા, માંડવી, મુન્દ્રા જેવા તાલુકાઓમાં ક્યાંક ઝરમર ઝાપટાં તો ક્યાંક તોફાની વરસાદ પનજોવા મળ્યો હતો. બીજી તરફ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં ઝરમર વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો હતો તો અંજાર તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગ મુજબ કચ્છમાં આજે સમગ્ર દિવસ આ રીતે જ વરસાદી માહોલ જોવા મળશે. તો સાથે જ આવતીકાલે પણ કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે ઉનાળામાં માવઠાના કારણે રવિ પાકને નુક્સાન થવાની ભીતિ ખેડૂતો દ્વારા સેવાઈ રહી છે. આ વર્ષે ગરમી વહેલી શરૂ થઈ જતાં કચ્છી કેસર કેરી માટે એક સારી સીઝન ઉભી થઇ હતી પરંતુ ગરમીમાં બીજી વખત વરસેલા માવઠાના કારણે હવે ખેડૂતોને કેરીમાં નુકસાની થવાની ચિંતા સતાવે છે.
    First published:

    Tags: Kutch, Local 18, Summer, વરસાદ