Home /News /kutchh /Kutch: 'કચ્છમાં ખીલી સ્ટ્રોબેરી' મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને ટક્કર મારે છે કચ્છી સ્ટ્રોબેરી, જુઓ વીડિયો

Kutch: 'કચ્છમાં ખીલી સ્ટ્રોબેરી' મહાબળેશ્વરની સ્ટ્રોબેરીને ટક્કર મારે છે કચ્છી સ્ટ્રોબેરી, જુઓ વીડિયો

X
આ

આ વર્ષ સ્ટ્રોબેરીના 2.20 લાખ રોપા વાવ્યા

ત્રણ વર્ષ પહેલા કચ્છના એક પ્રગતિશીલ ખેડૂતે કચ્છ જેવા સૂકા પ્રદેશમાં ઠંડા પ્રદેશમાં ઉગતી સ્ટ્રોબેરીની ખેતીની પ્રાયોગિક શરૂઆત કર્યા બાદ હર વર્ષે આ ખેતીમાં વધારો થઈ રહ્યો છે.

    Dhairya Gajara, Kutch: બાગાયતી ખેતી દ્વારા કચ્છમાં કૃષિ ક્ષેત્રે એક બાદ એક અવનવા વિક્રમ સર્જાઈ રહ્યા છે. અગણિત વિક્રમોમાં ટોચ પર કહી શકાય એવા સ્ટ્રોબેરીની ખેતીએ કચ્છને એક નવી ઓળખ આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી કચ્છમાં શરૂ થયેલી સ્ટ્રોબેરીની ખેતીમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે કચ્છી કેસરની જેમ બજારોમાં કચ્છી સ્ટ્રોબેરીની માંગમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. કચ્છમાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હરેશ ઠક્કરે આ વર્ષે સ્ટ્રોબેરીના વાવેતરમાં લગભગ 50 ટકા જેટલો વધારો કર્યો છે.

    કચ્છી કેસર કરી અને ખારેક બાદ હવે કચ્છી સ્ટ્રોબેરી પણ પોતાના એક વિશિષ્ટ બ્રાન્ડ બની રહી છે. કચ્છમાં કેસર કેરીના વાવેતરના શરૂઆતી દોરમાં વેપારીઓ કચ્છી કેસરનું સૌરાષ્ટ્રના નામે વેંચાણ કરતા હતા અને આજે અન્ય વિસ્તારની કેરીને કચ્છી કેસરના નામે વેંચવામાં આવે છે. તે જ રીતે હવે બહારગામથી આવતી સ્ટ્રોબેરીને કચ્છી સ્ટ્રોબેરીના નામે વેંચતા કચ્છની આ ઉપજનું અસલ મૂલ્ય સામે આવી રહ્યું છે.



    ત્રણ વર્ષ પહેલા કચ્છના રેલડી ગામે આશાપુરા એગ્રો ફાર્મ ચલાવતા હરેશ ઠક્કરે પ્રાયોગિક ધોરણે અડધા એકરમાં સ્ટ્રોબેરીનું વાવેતર કર્યું હતું. વાવેતર સફળ થતાં બીજા જ વર્ષે સાત એકરમાં વાવેતર કર્યું તો આ વર્ષે હરેશભાઇએ 10 એકરમાં સ્ટ્રોબેરીની નાઈટ ડૉન અને સ્વીટ સેન્સેશન પ્રજાતિનું વાવેતર કર્યું છે. ગત વર્ષે સાત એકરમાં 1.50 લાખ રોપાનું વાવેતર કર્યું હતું તો આ વર્ષે તે વાવેતર વધારીને 2.20 લાખ પહોંચાડ્યું છે.

    ખેતી ક્ષેત્રે સતત અવનવા પ્રયોગ કરતા હરેશભાઈએ જણાવ્યું હતું કે આ સ્ટ્રોબેરી ના સારા ભાવ હવે તેમને મળી રહ્યા છે. શરૂઆતમાં લોકો કચ્છમાં સ્ટ્રોબેરી ન ઉગી શકે તેવું કહી આ સ્ટ્રોબેરીને પસંદ કરતા ન હતા પરંતુ તેનો સ્વાદ માણ્યા બાદ હવે લોકોને તેના પર વિશ્વાસ આવ્યું છે અને બજારમાં આવતી અન્ય સ્ટ્રોબેરીથી ત્રણ ગણા ભાવ મળી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે સ્ટ્રોબેરીને કચ્છનું વાતાવરણ ખૂબ અનુકૂળ આવી રહ્યું છે. મુખ્યત્વે મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને અન્ય ઠંડા વિસ્તારોમાં ઉગતી સ્ટ્રોબેરી આજે આ રેતાળ રણપ્રદેશમાં પણ થઈ રહી છે. તો આ સ્ટ્રોબેરીની મીઠાશ પણ અન્ય સ્થળોની સ્ટ્રોબેરી કરતા સારી હોવા ઉપરાંત એક ફળનું વજન પણ 200 ગ્રામ સુધી મળી રહેતા હવે કચ્છની સ્ટ્રોબેરી બજારોમાં ધૂમ મચાવી રહી છે.
    First published:

    Tags: Kutch, Local 18, ખેડૂત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन