Home /News /kutchh /Kutch News: ડુપ્લિકેટથી સાવધાન! અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા કચ્છ સિવાય ક્યાંય નથી: VIDEO

Kutch News: ડુપ્લિકેટથી સાવધાન! અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા કચ્છ સિવાય ક્યાંય નથી: VIDEO

X
ચાર

ચાર હજાર વર્ષ કરતા જૂની છે અજરખ હસ્તકળા

કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા જેમ જેમ પ્રસિદ્ધ થઈ રહી છે તેમ તેની નકલ પણ વધી રહી છે ત્યારે નકલી માલ વિરુદ્ધ પગલું ભરતા કચ્છના અજરખ કારીગરોએ કચ્છી અજરખને જીઆઇ ટેગ અપાવવા અરજી કરી છે

Dhairya Gajara, Kutch: કચ્છની અજરખ બ્લોક પ્રિન્ટ હસ્તકળા આજે દેશ વિદેશમાં જાણીતી થઈ છે. કળાની ખ્યાતિ વધતા અહીંના કારીગરોની આવકમાં પણ વધારો થયો છે તો આ ફાયદાઓની સાથે થોડાક ગેરફાયદાઓ પણ સાથે જોડાયા છે. અજરખ કળાની માંગ જેમ જેમ વધી રહી છે તેમ તેમ આ બ્લોક પ્રિન્ટની નકલ પણ બજારોમાં વધી રહી છે. પારંપરિક બ્લોક પ્રિન્ટને પોતાની આગવી ઓળખ આપવા અને ડુપ્લીકેટ માલથી ગ્રાહકોને બચાવવા હવે અજરખના કારીગરોએ આ કળાને GI ટેગ અપાવવા અરજી કરી છે.

અજરખ બ્લોક પ્રિન્ટ કળા મૂળ પાકિસ્તાનના સિંઘથી આવેલી છે અને કચ્છના ધમડકા ખાતે આવીને નેચરલ ડાઈનું કામ કર્યા બાદ અહીંના ખત્રી પરિવારોએ ભુજ ભચાઉ મહામાર્ગ પર અજરખપુર ગામ વસાવ્યું હતું. શાકભાજી, માટી અને પથ્થરોમાંથી પ્રાકૃતિક રંગો બનાવી લાકડાના બ્લોકથી કાપડ પર અવનવી ડિઝાઇન બનાવી અજરખના કારીગરોએ આજે દેશવિદેશમાં એક આગવું સ્થાન મેળવ્યું છે.



અજરખ બ્લોક પ્રિન્ટ સદીઓ પહેલા શરૂ થઈ ત્યારે તેમાંથી માલધારી સમાજના લોકો માટે લૂંગી બનતી અને મહિલાઓની ઓઢણી પણ બનતી હતી. જેમ સમય આગળ વધતો ગયો અને અજરખ પ્રિન્ટને ખ્યાતિ મળ્યું ગયી, તેમ લૂંગી અને ઓઢણીથી વધીને આજે ડ્રેસ, સાડી, શર્ટ સહિત જેન્ટ્સ કપડાં પણ કારીગરો બનાવે છે. આ કારણે અજરખની માંગ વધતા કચ્છની આ અસલ કળાની નકલ પણ બનવાની શરૂ થઈ ગઈ છે. કચ્છ ઉપરાંત ગુજરાત અને અન્ય રાજ્યોમાં કારીગરો રાસાયણિક રંગો અને મશીન પ્રિન્ટ વડે ડુપ્લીકેટ બ્લોક પ્રિન્ટ કારીગરી વેંચે છે.

આ પણ વાંચો,...બહાર જેવી ચટપટી ‘આલુ ટિક્કી’ ઘરે બનાવવા નોંધી લો આ રીત, ફટાફટ ઘરે બની જશે

હસ્તકળાની માંગ ઓનલાઇન માર્કેટમાં પણ ખૂબ વધી હોતાં ભાવને નિયંત્રણમાં રાખવા મોટાભાગે આ ડુપ્લીકેટ માલ જ વેચાતો હોય છે. ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અજરખપુરના કારીગરોની સંસ્થા અજરખપુર હસ્તકળા વિકાસ સંગઠન દ્વારા બે મહિના પહેલા જ GI ટેગ એટલે કે જીયોગ્રાફિક આઇડેન્ટિટી ટેગ મેળવવા અરજી કરી છે. આ ટેગ થકી બજારમાં મળતી અજરખની નકલ પર કાબૂ મેળવી શકાશે તેવું કારીગરો માને છે. જો અજરખ કળાને આ GI ટેગ મળી જાય તો ભવિષ્યમાં અજરખની નકલ બનાવતા લોકો વિરુદ્ધ આ સંસ્થા કાયદેસરની કાર્યવાહી કરી શકશે.
First published: