Home /News /kutchh /Kutch: આઇના મહેલમાં વ્હીલચેરમાં આવેલી બાળકીને પ્રવેશ કેમ ન આપ્યો?

Kutch: આઇના મહેલમાં વ્હીલચેરમાં આવેલી બાળકીને પ્રવેશ કેમ ન આપ્યો?

X
સેરેબ્રલ

સેરેબ્રલ પાલસી હોતાં વ્હીલચેર પર આવી હતી બાળકી

ગાંધીધામની એક ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રાચાર્ય પોતાના પરિવાર સાથે આઇના મહેલ પહોંચ્યા ત્યારે મ્યુઝિયમના સુપરવાઈઝરે બાળકીને વ્હીલચેર પર જોઈ પ્રવેશ આપવાની ના કહી

  Dhairya Gajara, Kutch: મહારાવ લખપતજી દ્વારા ભુજના દરબાર ગઢ મધ્યે બનાવવામાં આવેલું આઇના મહેલ મ્યુઝિયમ કચ્છનો સુઅથી સુંદર મ્યુઝિયમ માનવામાં આવે છે. આ મ્યુઝિયમમાં દર્શાવાયેલી રાજપરિવારની વાર્તાઓ જાણવા દૂર દૂરથી લોકો આ મહેલ જોવા આવે છે. પરંતુ હાલ થોડા સમયથી આઇના મહેલના સંચાલકો દ્વારા કરાતી મનમાની, ગેરવર્તનની ફરિયાદો વધી છે. તેમાં પણ ગત અઠવાડિયે જ ગાંધીધામથી આવેલા એક પરિવારને મહેલના સંચાલકે પ્રવેશ આપવાની ના પાડી દીધી ફક્ત કારણ કે તેમની 18 વર્ષીય પુત્રી દિવ્યાંગ છે અને વ્હીલચેર પર આવી હતી.

  એક તરફ કેન્દ્ર સરકાર દિવ્યાંગજનો માટે દરેક સ્થળ સુલભ બની રહે તે માટે વ્હીલચેર રાખવી, રેમ્પ બનાવવા જેવા નિયમો બહાર પાડી તેમને પોતાના અધિકાર અપાવી સક્ષમ બનાવવા પ્રયાસ કરે છે, તો બીજી તરફ આઇના મહેલમાં સુવિધા તો દૂરની વાત રહી પણ ફક્ત દિવ્યાંગ હોવાના કારણે એક બાળકીને મહેલમાં પ્રવેશથી વંચિત રાખવામાં આવ્યું હતું.

  આચાર્ય પરિવાર સાથે મહેલ જોવા આવ્યા હતા

  ગત અઠવાડિયે ગાંધીધામની એક ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રાચાર્ય તરીકે ફરજ બજાવતા ભગવાન દાસ કોટવાની પોતાના પરિવાર સાથે ભુજ જોવા પહોંચ્યા હતા. રાજાશાહી સમયના મહેલો જોવાની ઈચ્છા હોતાં સૌપ્રથમ તેમણે ભુજના દરબાર ગઢમાં આવેલો પ્રાગ મહેલ જોયો. તેમની મોટી દીકરી અક્ષિતાને સેરેબ્રલ પાલસી હોતાં તેની વ્હીલચેર સાથે જ પ્રાગ મહેલ જોયું જે બાદ તેની પાછળ આવેલા આઇના મહેલ જોવા પહોંચતા હતા.  વ્હીલચેર જોતા જ પ્રવેશ આપવાની મનાઇ કરી

  આઇના મહેલ પહેલા માળે હોઇ અને ત્યાં કોઈ રેમ્પની વ્યવસ્થા ન હોતાં તેમણે અક્ષિતાને ઊંચકી અને તેમના પત્નીએ વ્હીલચેર ઊંચકી પગથિયાં ચડી ટીકીટબારી સુધી પહોંચ્યા હતા. જો કે, ટિકિટબારી પરના લોકોએ અક્ષિતને વ્હીલચેર પર જોતા તેને પ્રવેશ આપવાની ચોખ્ખી ના પાડી હતી. પોતે પ્રાચાર્ય અને ભણેલા હોઇ ભગવાનદાસે સંચાલકોને નિયમોનું ભાન કરાવ્યા છતાં પણ તેમનું કારણ એક જ રહ્યું હતી કે તેમના મ્યુઝિયમની ટાઇલ્સ તૂટી જશે.  આ મુદ્દે બાળકીના વાલી દ્વારા રાજ્યકક્ષાએ પણ ફરિયાદ કરવામાં આવી છે. તેમનું માનવું છે કે આવી ઐતિહાસિક ધરોહર ખાતે પણ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવવી જોઈએ જેથી ભવિષ્યમાં અન્ય કોઈ દિવ્યાંગ વ્યક્તિને આવા સ્થળ પરથી જાકારો ન મળે. તો News18 દ્વારા આઇના મહેલના ટ્રસ્ટી નારાયણજી જાડેજાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે મ્યુઝિયમની ટાઇલ્સ 350 વર્ષ જૂની છે. પરંતુ તેમના ધ્યાનમાં આ મુદ્દો આવ્યા બાદ હવે મ્યુઝિયમમાં કાર્પેટ પાથરવામાં આવશે જેથી ટાઇલ્સ પર ઘસારો ન થાય અને દિવ્યાંગ પ્રવાસીઓ પણ મ્યુઝિયમ જોઈ શકે.

  First published:

  Tags: Kutch, Local 18

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन