અગાઉ આ મહિનાની શરૂઆતમાં ભુજના ખેંગાર બાગ પાસે રાત્રીના સમયે એક પોલીસકર્મી દ્વારા બે યુવકોને માર માર્યો હોવાના બનાવ બાબતે આજે ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન દ્વારા પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી. પક્ષ દ્વારા આરોપી પોલીસકર્મીને ફરજમોફૂક કરવાની માંગ કરાઇ હતી. આ માંગ નહીં સંતોષાય તો સમગ્ર કચ્છમાં આંદોલન કરવાની ચીમકી અપાઈ હતી. બીજી તરફ ભુજ તાલુકાના ઝુરા કેમ્પ વિસ્તારમાં છેલ્લા ૬ માસથી પાણીની સમસ્યાઓથી લોકો પરેશાન થયા છે. આ મુદ્દે આજે ભુજ ખાતે પાણી પુરવઠા બોર્ડની કચેરીએ રજૂઆત કરાઈ હતી.