Home /News /kutchh /Kutch: આજે સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોત તો કેવી દેખાતી હોય, જુઓ ટેક્નોલોજીની કમાલ!

Kutch: આજે સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોત તો કેવી દેખાતી હોય, જુઓ ટેક્નોલોજીની કમાલ!

તસવીરોમાં કચ્છના વિવિધ કિલ્લા પણ દર્શાય છે

સર્ચ એન્જિન્સ પર હાલ AI નો દબદબો વધ્યો છે ત્યારે કચ્છના એક યુવાનની માંગ પર એક AI સિસ્ટમ દ્વારા આજના સમયમાં સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોવાની તસવીરો બનાવવામાં આવી હતી

Dhairya Gajara, Kutch: આજથી લગભગ બે સદી પહેલાં સુધી સિંધુ નદીના પાણી થકી કચ્છના લખપત તાલુકામાં સર પ્રમાણમાં ખેતી થતી હતી. સિંઘ પ્રાંતમાંથી કચ્છ તરફ વહેતી સિંધુ નદીની નરા ચેનલ થકી લખપત પાણીદાર તાલુકા હતો. પરંતુ 1819માં એકાએક આ નદીના વહેણ કચ્છમાં આવતા બંધ થઈ જતા લખપત તાલુકામાં ખેતી તો બંધ થઈ જ ગઈ પરંતુ આ વિસ્તારમાં પાણીની પણ અછત સર્જાતી આવે છે. પરંતુ જો આજના સમયમાં સિંધુ નદી કચ્છમાંથી વહેતી હોત તો લખપતના દૃશ્યો કેવા હોત? આ પ્રશ્નનો જવાબ AI એટલે કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે છે.

સિંધથી કચ્છ થઈને કચ્છના ક્રીક વિસ્તારમાં સમુદ્ર સાથે મળતી સિંધુ નદીની નરા ચેનલના કારણે લખપતમાં સારી માત્રામાં ખેતી થતું હતી. પરંતુ 1819ના અલ્લાહ બંધ ભૂકંપના કારણે કચ્છ અને સિંધ વચ્ચે જમીનનો એક મોટો ભાગ 12 મીટર ઉપર ઉઠી જતા આ પાણીના વહેણ બંધ થયા હતા. આજે આ સિંધુ નદીનો પાણી અલ્લાહ બંધની ઉપરની તરફ શુકુર લેકમાં જમા થાય છે. તો પહેલા કચ્છ અને સિંધ વચ્ચે વેપાર માટેનો મુખ્ય જળ માર્ગ બંધ થતાં લખપત તાલુકામાં પણ પાણીની અછત ઊભી થવા લાગી હતી.



હાલમાં જ ઇન્ટરનેટ પર આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો દબદબો ખૂબ વધ્યો છે. વિવિધ સર્ચ એન્જિન્સ પર હવે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ લોકોના પ્રશ્નોના ઉત્તર આપે છે. તેવામાં Kutch The Heart of Gujarat નામનું ઈન્સ્ટાગ્રામ પેજ ચલાવતા વિવેક બરાડિયા દ્વારા ડીસ્કોર્ડ એપ્લિકેશન પર Midjourney નામના AI Bot ને સિંધુ નદી આજના સમયમાં કચ્છમાં વહેતી હોવાના ચિત્રો માગતા AI દ્વારા આ અદભુત ચિત્રો બનાવવામાં આવ્યા હતા.

મિડજર્ની દ્વારા બનાવવામાં આવેલી આ તસવીરોમાં નદી ઉપરાંત આસપાસ અનેક કિલ્લાઓ પણ નજરે પડે છે જે સંભવિત કચ્છમાં આવેલા લખપત અને સિંધરીના કિલ્લા છે. તો વહેતી નદીના કાંઠે અમુક ગામો પણ આ તસવીરોમાં જોવા મળે છે. વિવેક બરાડિયા દ્વારા આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરવામાં આવતા અનેક લોકોએ આ તસવીરોની પ્રશંસા કરી હતી. તો એક યુઝરે પ્રશંસા કરતા લખ્યું હતું કે \"આ એક સ્વપ્ન જેવું લાગે છે.\"
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો