પૂર્વ કચ્છના પોલીસ કોન્સ્ટેબલ યુનિફોર્મમાં ગાડીમાં ગીતના તાલે ઝુમતા હોય તેવી વિડિયો વાયરલ થતાં સમગ્ર કચ્છમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી. વિડિયો વાયરલ થયા બાદ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કચ્છમાં વર્દિધારી ચાર પોલીસકર્મીઓની ગાડીમાં ગીતના તને મોજ માણતી વિડિયો વારાલ થયા બાદ પોલીસ ખાતા તરફથી આક્ર પગલાં લેવામાં આવ્યા. આજે સવારથી સોશ્યલ મીડિયામાં પૂર્વ કચ્છના પોલીસ કોન્સ્ટેબલ ગાડીમાં બેસી ગીતના તાલ પર નાચવાના સ્ટેપ કરી રહ્યા હતા.
વિડિયો વાયરલ થયા બાદ પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક દ્વારા આક્રા પગલાં લેવામાં આવ્યા હતા. ચારમાંથી ત્રણ કોન્સ્ટેબલ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરજ બજાવતા હતા જેમને ફરજમોકૂફ કરવામાં આવ્યા છે. જ્યારે કે અન્ય એક કોન્સ્ટેબલ બનાસકાંઠાનો હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરાઈ.
"ચારેય પોલીસ કર્મચારીઓ જેઓ કોઇ ફો૨ વ્હીલ૨ વાહનમાં યુનીફોર્મ પહેરેલ હોઇ અને પોતાની ફરજ ઉ૫૨ હોય તેવું જણાયેલ અને તેઓ ગાડીમાં વાગતા ગીતો ઉ૫૨ ચાલુ ગાડીએ ઝુમતા હોઇ અને ગીતો ગાતા હોઇ અને તેઓ તમામે ટ્રાફિકના નિયમની પણ અવગણના કરેલ હોઈ અને પોલીસ વિભાગ જેવા શિસ્તબધ્ધ વિભાગને ન શોભે તેવુ અને સમાજમાં પોલીસની છબી ખરડાય તેવુ અશોભનીય વર્તન કરેલ હોઇ જે અનુસંધાને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે તેઓ વિરૂધ્ધ તાત્કાલીક અસરથી ખાતાકીય રાહે પગલા ભર્યા છે," તેવું પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી તરફથી જાહેર કરાયું હતું.
ચા૨ પોલીસ કર્મચારીઓ પૈકી અત્રેના જિલ્લામાં ગાંધીધામ ‘એ' ડિવીઝન પો.સ્ટે.માં ફરજ બજાવતાં જગદીશ ખેતાભાઈ સોલંકી, હરેશ ઇશ્વ૨ભાઇ ચૌધરી અને રાજા મહેન્દ્રકુમા૨ હિ૨ાગ૨ ફ૨જ મોકૂક કરવામાં આવ્યા હતા. અન્ય એક કોન્સ્ટેબલ બદલી બાદ બનાસકાંઠા ખાતે ફરજ પર હોતાં તેના વિરુદ્ધ પણ આકરા પગલાં લેવાશે તેવી જણાવવા મળ્યું હતું.
ગાડીમાં સંગીતના તાલે સીટ બેલ્ટ સહિતના નિયમોનો ભંગ કરી મોજમસ્તી કરતા વિડિયો પોલીસ બેડામાં ચકચાર મચાવી હતી. ઘટનાને ગંભીર રીતે લેતા પોલીસ ખાતા તરફથી પગલાં લેવાયા હતા.