Weather Forecast: સમગ્ર કચ્છમાં (kutch Weather)ગઈકાલે તાપમાનનો પરો 5 થી 12 ડિગ્રી ગગડતાં ફરી એક વખત જિલ્લામાં હાથ થીજાવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ન્યુનત્તમ તાપમાનનો પારો ઘણો નીચે પડતાં હવામાન વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ માટે કોલ્ડ વેવની (Cold Wave in Kutch) આગાહી કરી છે. છેલ્લા થોડા દિવસોથી ઠંડીમાં ઘટાડો થઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે એક સાથે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવતા જિલ્લામાં અચાનક ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. તાપમાનમાં એક દિવસમાં 5 થી 12 ડીગ્રીનો ઘટાડો એ સીવિયર કોલ્ડ વેવના લક્ષણ દર્શાવે છે જ્યારે કે વિભાગ દ્વારા આજથી ત્રણ દિવસ કોલ્ડ વેવની આગાહી બાદ તાપમાનમાં પણ ઘટાડો થયો હતો.
કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં શનિવારે 18.6 ડિગ્રી ન્યુનત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે કે નલિયામાં 19.8 ડિગ્રી જ્યારે કે કંડલા પોર્ટ વિસ્તારમાં 20.2 નોંધાઈ હતી. પણ શનિવારે હવામાન વિભાગ દ્વારા કરાયેલ આગાહી મુજબ પવનની હતી ખૂબ વધુ હોતાં સાંજ બાદ જિલ્લામાં ઠંડા પવન ફૂંકાયા હતા. સાથે જ જિલ્લાના વિસ્તારોનું તાપમાન 5 થી 12 ડિગ્રી સુધી ગગડયા હતા. જિલ્લામથક ભુજના તાપમાનમાં 5.8 ડીગ્રીનો ઘટાડો થયો હતો, નલિયા પોર્ટ પર 7.1 દિગ્રીનોટો નલિયામાં આ સીઝન દરમ્યાન એક દિવસમાં સૌથી મોટો ઘટાડો એવો 12 ડિગ્રી ગગડયો હતો.
હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં સોમવારથી બુધવાર સુધી શીત લહેર એટલે કે કોલ્ડ વેવ પ્રસરે તેવી આગાહી કરી હતી. કચ્છ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદ જીલ્લામાં 24 થી 26 જાન્યુઆરી સુધી કોલ્ડ વેવ ની અસર દેખાશે તેવી માહિતી આપી હતી. તે ઉપરાંત આગામી 3 દિવસ શીતલહેરને લઈ તકેદારી રાખવા માટે પણ હવામાન વિભાગે સલાહ આપી હતી.
શીત લહેરની આગાહી બાદ આજે સોમવારે જિલ્લાભરના તાપમાનમાં ફરી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નલિયામાં તાપમાન 3.2 ડિગ્રી ઘટતાં ન્યુનત્તમ તાપમાન 4.6 ડિગ્રી પહોંચ્યું હતું. કંડલા એરપોર્ટ પર તાપમાનમાં 2.2 ડીગ્રીનો ઘટાડો આવતા ફરી સિંગલ ડિજિટમાં પહોંચી 9.8 ડિગ્રી નોંધાયું હતું. જિલ્લામથક ભુજમાં પણ તાપમાનમાં બે ડીગ્રીનો ઘટાડો આવતા 10.8 ડિગ્રી, ત્યારે જ કંડલા પોર્ટ વિસ્તારમાં 1.5 ડિગ્રી ઘટતા 11.6 ડિગ્રી નોંધાયું હતું.