Home /News /kutchh /

Kutch Video: આ વિદેશ નહીં ગુજરાતની તસવીર છે, આ સ્થળનો જુઓ રમણીય વીડિયો

Kutch Video: આ વિદેશ નહીં ગુજરાતની તસવીર છે, આ સ્થળનો જુઓ રમણીય વીડિયો

કચ્છાના નખત્રાણાનો કડિયા ધ્રો

Kutch Travel : નખત્રાણાના વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે.

    કચ્છ : હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ (Gujarat monsoon Travel) જામ્યો છે. ત્યારે અનેક સ્થળોની સુંદરતા સો ગણી વધી છે. રાજ્યના કચ્છમાં (rain in kutch) કુદરતનો અખૂટ ખજાનો છે. કચ્છાના નખત્રાણાનો કડિયા ધ્રોનો (Kadiya Dhrow) એક વીડિયો ગુજરાતના માહિતી ખાતાએ ટ્વિટ કર્યો છે. જે જોતા તમે તેની પરથી નજર નહીં હટાવી શકો. આ સ્થળ પર પથ્થરો પર જાણે કુદરતે કોતરણી કરી હોય તેવું દેખાય છે.

    વરસાદ બાદ ગુજરાતમાં એવા ઘણાં વિસ્તારો છે જેની સુંદરતા સોળે કળાએ ખીલે છે. ગુજરાતીઓ વરસતા વરસાદમાં પણ દૂર દૂર સુધી કુદરતો નજારો માણવા જાય છે. ત્યારે કચ્છનો કડિયા ધ્રો પણ આવું જ એક સ્થળ છે. આ સ્થળ વરસતા વરસાદમાં ખૂબ જ સુંદર લાગે છે.

    નોંધનીય છે કે, અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર ધ ન્યુ યોર્ક ટાઈમ્સે ‘કડિયા ધ્રો’ વિસ્તારને વિશ્વના શ્રેષ્ઠ ફરવાલાયક 52 સ્થળોમાં સમાવેશ કર્યો હતો. કડિયા ધ્રો વર્ષો જૂનો વિસ્તાર છે પરંતુ આ પહેલા તેની નોંધ વધારે લેવાતી ન હતી. ટ્રાવેલ ફોટોગ્રાફર વરૂણ સચદેએ આની સુંદર તસવીરો ન્યૂયોર્ક ટાઈમ્સને મોકલી આપી હતી. જે બાદ આ સ્થળ આખા વિશ્વના નક્શા પર કચ્છ છવાઈ ગયું હતુ.



    નખત્રાણાના વિસ્તારોમાં એક સમયે સપાટ રહેલી ખડકોને પવનની થપાટો અને પાણીનો ઘસારો લાગતાં આજે અચરજ પમાડે તેવી કોતરો જોવા મળે છે. કોટડા થરાવડા, ભડલી, લાખીયારવીરા, જતાવીરા, મોરજર અને નથ્થરકૂઇના નિર્જન વિસ્તારોમાં કુદરતે કમાલનું નક્શીકામ કર્યું છે. ચોમાસામાં આ કોતરોમાં પાણી વહી નીકળે ત્યારે ક્યાંક નાના નાા ઝરણા વહેતા જોવા મળે છે. ઉંડી ઉંડી કોતરો વચ્ચે ક્યાંક નાના તળાવ પણ જોવા મળે છે જેને ગામઠી ભાષામાં ધ્રો કે વાય તરીકે ઓળખાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat monsoon 2022, Travel, કચ્છ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन