Home /News /kutchh /News18 Impact: અહેવાલ બાદ તંત્ર જાગ્યું, તાબડતોડ ભુજનો જર્જરિત પુલ બંધ કરાયો

News18 Impact: અહેવાલ બાદ તંત્ર જાગ્યું, તાબડતોડ ભુજનો જર્જરિત પુલ બંધ કરાયો

પુલ જર્જરિત થઇ જતા ગમે તે ઘડીએ દૂર્ઘટના ઘટવાની સંભાવના હતી.

મોરબીના ઝૂલતા પુલની હોનારત ઘટયા બાદ છેલ્લા 15 વર્ષથી હમીરસર તળાવ પર બિસ્માર હાલતમાં ઉભેલા કૃષ્ણાજી પુલ વિશે News18 દ્વારા અહેવાલ પ્રકાશિત કરાતા રાતોરાત તંત્ર જાગ્યું અને 24 કલાકની અંદર પુલને બંધ કરવામાં આવ્યું હતું

    Dhairya Gajara, Kutch: મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની હોનારત બાદ રાજ્ય સરકાર અચાનક જાગી હોય તેમ હવે એકાએક હવે જર્જરિત પુલ બંધ કરાવે છે. કચ્છમાં પણ અંગ્રેજોના સમયમાં બનાવાયેલ માંડવીનો રૂકમાવતી પુલ બાદ આજે ભુજના હમીરસર તળાવ પરનો કૃષ્ણાજી પુલ પણ બંધ કરાયો હતો. મોરબી હોનારત બાદ ગઈકાલે News18 દ્વારા આ પુલ થકી લોકોના જીવ પર જોખમનો અહેવાલ પ્રગટ કરાયા બાદ આજે જિલ્લા કલેકટર દ્વારા આ પુલને તાત્કાલિક બંધ કરવા સૂચના આપી હતી.


    ભુજ શહેરની વચ્ચોવચ આવેલા હમીરસર તળાવની આવ પર 1971 માં આ કૃષ્ણાજી પુલ બનાવવામાં આવ્યું હતું. ભુજના સૌથી મોટા સાતમ આઠમના મેળા સમયે આ પુલ સહિત સંપૂર્ણ હમીરસર તળાવના કિનારે મેળો માણવા માનવ મહેરામણ ઉમટે છે. વરસાદમાં હમીરસર તળાવમાં આવતું પાણી જોવા પણ લોકો આ પુલ પર જ ભેગા થાય છે. તો સામાન્ય દિવસોમાં પણ વહેલી સવારથી મોડી રાત સુધી આ પુલ પર વાહનોનું ધમધમાટ રહે છે.

    ક્વોલિટી ચેક થાય ત્યાં સુધી વાહનો અને લોકો માટે પુલને બંધ કરાયું
    ક્વોલિટી ચેક થાય ત્યાં સુધી વાહનો અને લોકો માટે પુલને બંધ કરાયું


    જો કે, છેલ્લા અનેક વર્ષોથી આ પુલ જર્જરિત હાલતમાં ઊભો છે. મોરબીના ઝૂલતા પુલ તૂટ્યાનો બનાવ બન્યા બાદ આ પુલ પણ ફરી એકવખત ચર્ચામાં આવ્યો હતો. ગઈકાલે News18 દ્વારા ભુજવાસીઓના જીવ પર લટકતી મોતની તલવારરૂપી આ પુલ મુદ્દે અહેવાલ પ્રકાશિત કર્યા બાદ આજે કચ્છ જિલ્લા કેલકતર દ્વારા આ પુલ બંધ કરવા નગરપાલિકાને આદેશ આપવામાં આવ્યું હતું.


    એક તરફ લોકોને આ પુલ તૂટવાનો ભય સતાવી રહ્યો છે ત્યારે બીજી તરફ નગરપાલિકા પ્રમુખે ગઈકાલે News18 સાથે વાત કરતા પુલ સુરક્ષિત હોવાનું કહી પુલની હાલત બિસ્માર થઈ હોવાનું સ્વીકાર્યું ન હતું. જો કે, પાલિકા પ્રમુખે સાથે એ પણ જણાવ્યું હતું કે આ \"સુરક્ષિત\" પુલના સમારકામ માટે હમીરસર બ્યુટીફિકેશન પ્રોજેક્ટ અંતર્ગત સવેશ કરવામાં આવ્યું છે અને તેની મંજૂરી રાજ્ય સરકાર તરફથી મળી નથી.


    જો કે આજે બપોરે જિલ્લા કલેકટર દ્વારા ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને આ પુલ બંધ કરવાની સૂચના આપવામાં આવતા ચીફ ઓફિસર સહિતના પાલિકા કર્મચારીઓ પુલ પર પહોંચ્યા હતા અને પોલીસની મદદથી પુલ બંધ કરવામાં આવ્યું હતું. કલેકટર દ્વારા આ પુલનું ક્વોલિટી ચેક કરવા માટે પાલિકાને સૂચન કરાવવામાં આવ્યું છે. બે થી ત્રણ દિવસની અંદર આ તપાસ પૂરી થશે અને ચુંટણી બાદ તેનું સમારકામ શરૂ થશે તેવું પાલિકા પ્રમુખે જણાવ્યું હતું.
    First published:

    Tags: Bridge, Kutch, Morbi bridge collapse

    विज्ञापन
    विज्ञापन