Home /News /kutchh /Kutch: 84 વર્ષીય મહિલાએ કર્યું એવું કામ કે જોતા જ તમે કહેશો, આ છે કળા!

Kutch: 84 વર્ષીય મહિલાએ કર્યું એવું કામ કે જોતા જ તમે કહેશો, આ છે કળા!

રામાયણના 20 પ્રસંગોને કેનવાસ પર ઉતાર્યા

ભુજના આ મહિલાએ પોતાની વયોવૃદ્ધ ઉંમરમાં પોતાની કળાને એક નવું નજરાણું આપી આસ્થા અને કળાનો એક અનોખો સમન્વય લોકો સમક્ષ મૂક્યો

Dhairya Gajara, Kutch: કળા અને આસ્થાને ઉંમર બાધા બનતી નથી. આ વાતને સાર્થક કરે છે કચ્છના આ 84 વર્ષીય મહિલા જેમણે પોતાની કળા વડે આસ્થાને કેનવાસ પર ઉતરી છે. આ કચ્છી મહિલાએ રામાયણના 20 પ્રસંગોને કચ્છી આર્ટ વડે પોતાના પેન્ટ બ્રશથી કેનવાસ પર ઉતાર્યા છે. આમ તો કચ્છી આર્ટ હોવાના કારણે ભરતકામ અને કચ્છી ડિઝાઇન આ ચિત્રોમાં વર્તાય છે પરંતુ તેની સાથે મિથીલાની પ્રખ્યાત મધુબની ચિત્ર કળાની છટા આ ચિત્રોમાં દર્શાય છે.

ભુજની એક ટ્રસ્ટ સંચાલિત શાળામાં 34 વર્ષ સુધી ફરજ બજાવેલ કુંજલતા સાવલા આમ તો પોતાના લાંબા કાર્યકાળના કારણે ખૂબ જાણીતા છે. મૂળ ગુજરાતી અને હિન્દી વિષય ઉપરાંત ચિત્ર વિષય પણ તેમણે આ 34 વર્ષ દરમિયાન બાળકોને ભણાવ્યા છે. તો પોતે ડ્રોઈંગ ક્લાસ પણ ચલાવતા હતા જે થકી તેમણે 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી હોવાનું તેમણે જણાવ્યું હતું. પોતાની નિવૃત્તિમાં વિવિધ પ્રવૃતિઓ સાથે કુંજલતાબેને પોતાની ચિત્ર પ્રત્યેની રુચિ પણ કાયમ રાખી છે.



હાલમાં જ કુંજલતાબેને રામાયણના વિવિધ પ્રસંગોના ચિત્રો બનાવી 84 વર્ષની ઉંમરે પોતાની આસ્થાને એક અદ્ભુત રીતે દર્શાવી છે. ગણેશ વંદના, ચાર રાજકુંવર, વનમાં વિદ્યાભ્યાસ, સીતા સ્વયંવર, ઘર વાપસી, વનવાસ, રામ ભરત મિલાપ, સુવર્ણ મૃગ, સીતા હરણ, જટાયુ રાવણ યુદ્ધ, શબરીના બોર, હનુમાન સીતા મિલાપ, લંકા દહન, રાવણ સાથે યુદ્ધ, સીતા અગ્નિ પરીક્ષા, મહેલ વાપસી, રાજ્યાભિષેક વગેરે જેવા 20 પ્રસંગોને કુંજલતાબેને કેનવાસ પર ઉતરી રામાયણ પોથી બનાવી છે.



આમ તો આ ચિત્રો કચ્છી આર્ટ વડે બનાવાયેલા છે. તે કારણે તેમાં કચ્છી ભરતકામ તેમજ કચ્છી આર્ટ ડિઝાઇન દર્શાઈ આવે છે. તો સાથે જ આ ચિત્રોમાં ભારત નેપાળના મૈથિલીમાં શરૂ થયેલી મધુબની ચિત્ર કળાના અંશો પણ દર્શાય છે. સોમવારે જ ભુજના એક મહિલા મંડળના કાર્યક્રમમાં આ રામાયણ પોથીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

First published:

Tags: Art, Kutch, Local 18