Kutch Charas: કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા.
ભુજ: કચ્છમાંથી ફરી એક વખત ચરસના પેકેટ (Charas packet) મળ્યા છે. આ વખત દરમિયામાંથી 10 પેકેટ મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અબડાસાના સિંધોડી (Sindhodi) નજીકથી આ પેકેટ મળી રહ્યા હતા. જખૌ મરીન પોલીસ (Jakhau marine police) જ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે ચરસના તમામ પેકેટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પાંચ દિવસ પહેલા મળ્યાં હતા બે પેકેટ
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા. અહીં બીએસએફના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના પેકેટ મળી આવ્યા હતા.
જોકે, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ચરસ મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યા છે. તપાસ એજન્સીઓને એવી આશંકા છે કે ચરસ મળવા પાછળ પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે.
મુંદ્રા બંદરથી 500 કરોડનું કોકેઈન જપ્ત
કેન્દ્રીય તપાસ એજન્સી DRI (Directorate of Revenue Intelligence- DRI)એ મુંદ્રા પોર્ટ પરથી 500 કરોડ રૂપિયાનું 52 કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું છે. ડીઆરઆઈના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ઑપરેશનને પાર પાડવા માટે 'ઑપરેશન નમકીન' નામ આપવામાં આવ્યું હતું, જેનાથી કોઈને શંકા ન પડે. ડીઆરઆઈના અધિકારીઓને એવી જાણકારી મળી હતી કે છેલ્લા થોડા સમયથી ડ્રગ્સનો બિઝનેસ કરતા આરોપીઓ તરફથી નમક (મીઠું)ના આડમાં કોકેઈન વગેરેનો બિઝનેસ કરવામાં આવી રહ્યો છે.
ઑપરેશન નમકીન સફળ રીતે પાર પડ્યા બાદ રેવેન્યૂ ઇન્ટેલિજન્સના અધિકારીઓએ જણાવ્યું કે કોકેઈનને ઈરાનના રસ્તાથી ગુજરાતના મુંદ્રા પોર્ટ પર મોકલવામાં આવ્યું હતું. આ ઑપરેશનને અંજામ આપનાર અધિકારીઓ છેલ્લા થોડા સમયથી ખૂબ સતર્ક હતા. આ દરમિયાન માલુમ પડ્યું હતું કે, મુંદ્રા પોર્ટ પર આશરે 25 મેટ્રિક ટન વાળી મીઠાની ખેપ પહોંચી છે. આ ખેપમાં નશાનો સામાન હતો. આ દરમિયાન મીઠાની બોરીઓની તપાસ કરતા તેમાંથી 1000 બેગમાં નશાનો સમાન હતો. ડીઆઈઆઈના અધિકારીઓએ 24મી મેથી 26મી મે સુધી ઊંડી તપાસ બાદ નશાનો સામાન ઓળખી બતાવ્યો હતો.
આરોપીઓએ નશાના સામાનમાં એક ખાસ પ્રકારનું કેમિકલ ભેળવ્યું હતું. જેનાથી કોઈને પ્રથમ નજરે જતા તે મીઠું જ લાગે. આ અંગેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન કોકેઈનનો ખુલાસો થયો હતો.