દીવ : પરિણીતાએ ડિઝલ છાંટી અગ્નિસ્નાન કરતા મોત

News18 Gujarati
Updated: June 23, 2019, 6:29 PM IST
દીવ : પરિણીતાએ ડિઝલ છાંટી અગ્નિસ્નાન કરતા મોત
દીવના ગડુલીવાડી વિસ્તારની ઘટના પાંચ સંતાનોની માતાનું અગ્નિસ્નાન

પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ ડિઝલ છાંટતા બંને સળગ્યા હતા. પતિ હાલ સારવાર હેઠળ, પત્નીનું મોત

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથ : સંઘ પ્રદેશમાં દીવમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ અગ્નિસ્નાન કરતા મોત થયું છે. દીવના વણાંકબારામાં આવેલી ગદુલીવાડીમાં મહિલાએ ડિઝલ છાંટી પોતાને આગ ચાંપી હતી. ચાર છોકરીઓ અને એક છોકરાની માતાએ ડીઝલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતુ. સળગી રહેલી પત્નીને બચાવા જતા પતિ પણ આગની ઝપટમાં આવી ગયા હતા. પતિ હાલમાં ગીર સોમનાથના ઉના ખાતે સારવાર લઈ રહ્યો છે,જ્યારે પત્નીનું મોત થયું હતું.

સંધ પ્રદેશ દિવમાં આવેલા વાડી વિસ્તારમાં મુખ્યત્વે માછીમારી સાથે જોડાયેલો સમુદાય રહે છે, ત્યારે આ વિસ્તારના વણાંકબારામાં આવેલી સાઉદવાડીના તાબા હેઠળની ગદુલીવાડી ખાતે આ ઘટના ઘટી હતી. પરણિતાનું મોત થતાં જ સમાજના લોકો આવી પહોંચ્યા હતા. મૃતક મહિલાને ચાર દિકરીઓ અને દિકરો છે, ત્યારે માસુમોનો ઉછેર કોણ કરશે તો પણ એક મોટો પ્રશ્ન છે.

આ પણ વાંચો :  'જીજાજી મારા બાળકોનું ધ્યાન રાખજો, મારી પત્ની તો પાગલ થઈ જશે હું જઈ રહ્યો છું'

સામાજીક અને પારિવારિક ઝઘડાના કારણે પતિ પત્ની વચ્ચે ખટરાગ હતો તેવું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી શક્યું છે. આ ઘટનાએ મોટું સ્વરૂપ ઘારણ કરી લેતા પરણિતાએ અગ્નિસ્નાન કરી લીધું હતું અને અંતે તેનું મૃત્યું થયું હતું.
First published: June 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...