અમરેલીનો હીરા વેપારી સ્વરૂપવાન મહિલાની જાળમાં ફસાયો અને...

વેપારીને હીરાનો સોદો કરવા માટે આણંદ બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા, પોલીસ છટકુ ગોઠવી ખેલ ઉંધો પાડ્યો

News18 Gujarati
Updated: August 13, 2019, 8:26 AM IST
અમરેલીનો હીરા વેપારી સ્વરૂપવાન મહિલાની જાળમાં ફસાયો અને...
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: August 13, 2019, 8:26 AM IST
ન્યૂઝ 18 ગુજરાતી : અમરેલીના હીરા વેપારીને હનીટ્રેપમાં ફસાવી અને રૂપિયા 5 લાખની ખંડણી માંગનાર મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે. અમરેલીના હીરા વેપારી મુકેશ રાદડિયાને સુરતની એક મહિલા સાથે મિત્રતા થઈ હતી. બાદમાં મહિલાએ તેને હીરા ખરીદવાના બહાને બોલાવી અને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મહિલાએ તેને હીરાના સોદા કરવાના બહાને આણંદ બોલાવ્યો હતો. મૂળ સુરતની મહિલા હિનાએ મુકેશ રાદડિયાને આણંદ બોલાવી અને ત્યાં સોનલ નામની મહિલા સાથે મુલાકાત કરાવી હતી અને તેને હીરા ખરીદવા છે તેવું જણાવ્યું હતું. દરમિયાન મુકેશ રાદડિયા જ્યારે સોનલના ઘરે તેને હીરા બતાવવા ગયા ત્યાં સોનલે પોતાના કપડા ફાડી નાખ્યા હતા. આ દરમિયાન જ સોનલના ઘરે બે શખ્સોની એન્ટ્રી થઈ હતી અને તેમણે મુકેશને માર માર્યો હતો. મહિલા અને શખ્સોએ રાદડિયાને છોડવા માટે રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે અમરેલીમાં રહેતાં મુકેશભાઇ રાદડિયા લીલીયા રોડ પર રાધેશ્યામ ડાયમંડ નામની ઓફિસ ધરાવી હીરા લે-વેચનો ધંધો કરે છે. મુકેશભાઇ અવારનવાર સુરત ખાતે વેપારના કામે જતાં હતા. તેવામાં પંદરેક દિવસ પહેલાં એક સ્ત્રીનો તેમના નંબર પર ફોન આવ્યો હતો. આ સ્ત્રીએ મિત્રતા કરવાનું કહેતાં મુકેશભાઇએ મિત્રતા કરવા હા પાડી હતી. મુકેશભાઇએ પૂછ્યું કે નંબર ક્યાંથી મળ્યો તો આ સ્ત્રીએ મળીને ઓળખી જશો તેવું કહ્યું હતું. હીના નામની મહિલાએ ફોન પર સંબંધો બાંધી મીઠી-મીઠી વાતો શરૂ કરી મુકેશભાઈને પોતાની જાળમાં ફસાવ્યા હતા. તેવામાં હીનાએ 8મી ઓગષ્ટના રોજ આણંદ ખાતે તેની એક બહેનપણી હીરા ખરીદશે તેવી વાત કરી મુકેશભાઇને આણંદ જવાનું કહ્યું હતું. અને સોનલ નામની મહિલાનો નંબર આપ્યો હતો.

આ પણ વાંચો :   મહેસાણામાં સ્પામાં ગોરખધંધાનો પર્દાફાશ, થાઇલેન્ડની બે યુવતીની ધરપકડ

9મી ઓગસ્ટના રોજ મુકેશભાઇ 3.10 લાખના હીરા અને 25 હજાર રોકડાં લઈ આણંદ પહોંચ્યા હતા. બાદમાં મુકેશભાઇ આણંદના વૈભવ સિનેમા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમને સોનલ મળી હતી. જે બાદ સોનલ મુકેશભાઇને એક ઘરમાં લઇ જઇ જમાડ્યા હતા. બાદમાં હીરાની વાત કરવાના બહાને તેમને મકાનમાં ઉપરના માળે લઇ ગયા હતા. ત્યાં સોનલે પોતાના કપડાં કાઢી મુકેશભાઇ સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. ત્યાં મુકેશભાઇ ગભરાઇ જતાં તેઓ બાથરૂમમાં દોડ્યા અને ત્યાં હીરાનું પેકેટ પેન્ટમાં સંતાડી દીધું હતું. તેવામાં અન્ય બે શખ્સો અને સોનલે મુકેશભાઇને માર મારી પાંચ લાખ રૂપિયા માંગ્યા હતા. મુકેશભાઇએ માર ખાઇને અમદાવાદના બાપુનગરની મહેન્દ્ર અરવિંદ આંગડિયા પેઢીમાં તેમના ભાઇ પાસે રૂપિયા માટે આંગડિયું કરાવ્યું હતું.

બીજી તરફ મુકેશભાઇના ભાઈને શંકા જતાં તેમણે બાપુનગરના સંબંધીને ફોન કરી પોલીસને જાણ કરી હતી. અને ત્યાં પોલીસે છટકું ગોઠવી પૈસા લેવા આવનાર ઓઢવનાં આશુતોષ ગોસ્વામીને પોલીસ પાસે પકડાવી લીધો હતો. આણંદમાં જે ઘરમાં આ હનીટ્રેપ થઈ તે ઘરમાં રહેતી અલપાની પણ પોલીસે ધરપકડ કરી છે.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...