જૂનાગઢ : શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને માર માર્યો, CCTVના દૃશ્યો સામે આવ્યા

News18 Gujarati
Updated: August 13, 2019, 11:59 AM IST
જૂનાગઢ : શાળાના સંચાલકે વિદ્યાર્થીઓને માર માર્યો, CCTVના દૃશ્યો સામે આવ્યા
જૂનાગઢ જિલ્લાના વિસાવદરની એપોલો ઇન્ટરનેશલ સ્કૂલની ઘટના, સંચાલક બી.આર.જોધાણીએ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો

જૂનાગઢ જિલ્લાના વિસાવદરની એપોલો ઇન્ટરનેશલ સ્કૂલની ઘટના, સંચાલક બી.આર.જોધાણીએ વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો

  • Share this:
અતુલ વ્યાસ, જૂનાગઢ : વિદ્યાર્થીઓ પર હાથ ઉઠાવવાની પરવાનગી ન હોવા છતાં અવારનવાર શિક્ષકો દ્વારા માર મારવાની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના રાજ્યના જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે. જૂનાગઢમાં વિસાવદરની એપોલો ઇન્ટરનેશલ સ્કૂલના ફુટેજના નામે સામે આવેલા દૃશ્યોમાં એક શાળાનો સંચાલક વિદ્યાર્થીઓને ઢોર માર મારતો નજરે પડે છે. 25મી જુલાઇના CCTV સામે આવ્યા છે, જેમાં સ્કૂલના સંચાલક જ વિદ્યાર્થીઓને માર મારી રહ્યાં હોવાનું સામે આવ્યું છે. આ વીડિયો ફુટેજના મામલે જ્યારે શાળા સંચાલક સી.આર. જોધાણીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે બચાવ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ વિદ્યાર્થિનિઓની પજવણી કરી હતી તેથી તેમના વાલીઓની પરવાનગીથી માર માર્યો હતો.

વાયરલ થયેલા CCTV વીડિયો ફુટેજ એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના છે, ફુટેજમાં વિદ્યાર્થીઓને માર મારતા શિક્ષક જોવા મળી રહ્યાં છે. આ ફુટેજમાં જે શખ્સ માર મારી રહ્યો છે તે શાળાનો સંચાલક જોધાણી હોવાની જ ચર્ચા છે. આ વીડિયો વાયરલ થયો છે. જોકે, વિદ્યાર્થી કે વાલીઓએ ફરિયાદ કરી નથી. એક ચર્ચા મુજબ સ્કૂલના સંચાલકને રાજકીય પીઠબળ હોવાની ચર્ચા છે. વીડિયોમાં છ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો છે.


આ પણ વાંચો : વડોદરા : માતાની હત્યા કરનાર પિતાની ધરપકડ થઈ, નિરાધારા પુત્રની વાલી પોલીસ બની

આ મામલે જૂનાગઢના DPEO કમલેશ પટેલે જણાવ્યું હતું કે અમને આજે જ માહિતી મળી છે. અમે તાલુકા શિક્ષણાધિકારીને પગલાં ભરવાની સૂચના આપી છે જે કોઈ કસુરવાર ઠેરવાશે તેના પર રિપોર્ટના આધારે પગલાં ભરવામાં આવશે.

જોધાણીનો બચાવ વાલીઓની પરવાનગીથી માર્યા
Loading...

આ મામલે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક સી.આર. જોધાણીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ બહેનોને હેરાન કરતા હતા. અમે એ સમયે વાલીઓને જાણ કરી હતી. વાલીઓએ મને છુટ આપી એટલે જ પિતા સમાન વ્યક્તિ તરીકે એટલે મેં આ પગલું ભર્યુ. આ વિદ્યાર્થીએ બહેનોની પજવણી કરી હતી.
First published: August 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...