Viral video : ધોરાજીના બહારપુરમાં ધડાકાભેર વીજળી પડતા ઝાડ સળગી ગયું

News18 Gujarati
Updated: November 17, 2019, 2:07 PM IST
Viral video : ધોરાજીના બહારપુરમાં ધડાકાભેર વીજળી પડતા ઝાડ સળગી ગયું
તસવીર વીડિયો ગ્રેબ

સૌરાષ્ટ્રમાં બે દિવસ પહેલાં વરસેલા કમોસમી વરસાદનો એક વીડિયો ખૂબ વાયરલ થયો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાતમાં શિયાળાનું (winter) આગમન થવાની તૈયારીમાં છે. તેમ છતાં બે દિવસ પહેલાં સુધી રાજ્યમાં કમોસમી વરસાદ (Non Seasonal Rain) વરસ્યો છે. બે દિવસ અગાઉ રાજકોટ જિલ્લાના ધોરાજીના (Dhoraji) એક ગામમાં પડેલી વીજળીનો (Lightining) વીડિયો સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (Viral) થઈ રહ્યો છે. વીડિયોમાં એક ઝાડ પર ધડાકાભેર વીજળી પડતા આખુ ઝાડ સળગી ગયું હોવાનું જોવા મળે છે. વીડિયો તૈયાર કરનાર યુવક વીજળી જોઈને એટલો ગભરાઈ જાય છે કે તે ચીસ પાડી ઉઠે છે.

ધોરાજી માં બહારપુરા નો એક વીડિયો વાયરલ થયો છે.બે દિવસ પહેલાં પડેલા વરસાદનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. વીડિયો મુજબ એક ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ થોડું સળગ્યું હતું. વીજળીની તીવ્રતા એટલી બધી હતી કે વીડિયો ઉતારનારના હાથ માં થી મોબાઈલ પડી ગયો. વીજળી પડતાં જે વ્યક્તિ વીડિયો ઉતારતો હતો તે ડરી ને ચીસ પડતો અવાજ પણ રેકોર્ડ થઈ ગયો હતો.



આ પણ વાંચો :  કાંતિલાલ જીવતા સમાધી લેવા માટે અડગ, વિજ્ઞાન જાથાની સમજાવટ નિષ્ફળ!

રાજકોટ પંથકમાં બે દિવસ પહેલાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ, ધોરાજી, જસદણ પંથકમાં વરસેલા વરસાદે ખેતીની તારાજી સર્જી હતી. જસદણ માર્કેટિંગ યાર્ડમાં અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પાકને કમોસમી વરસાદથી વ્યાપક નુકશાન થયું હતું. રાજ્યમાં આ વર્ષે પડેલા કમોસમી વરસાદની નુકશાનીને ભરપાઈ કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે ખેડૂતો માટે 700 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યુ હતું.
First published: November 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...