અમરેલીઃવરસડાના સરપંચની કરપીણ હત્યા,દલિત સમાજમાં રોષ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમરેલીઃવરસડાના સરપંચની કરપીણ હત્યા,દલિત સમાજમાં રોષ
અમરેલી : અમરેલીના વરસડા ગામના સરપંચની મંગળવારે સાંજે જાહેરમાં હત્યા કરી દેવામાં ચકચાર મચી ગઇ છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કરીને સરપંચના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો છે. જો કે આ હત્યામાં એક આરોપીની ધરપકડ કરાઇ છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
અમરેલી : અમરેલીના વરસડા ગામના સરપંચની મંગળવારે સાંજે જાહેરમાં હત્યા કરી દેવામાં ચકચાર મચી ગઇ છે. અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ વિરુદ્ધ સુત્રોચાર કરીને સરપંચના મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગરમાયો છે. જો કે આ હત્યામાં એક આરોપીની ધરપકડ કરાઇ છે. વરસડા ગામે મંગળવારે સાંજના સુમારે વરસડાના સરપંચ જયસુખ કાનજી માધડની અજાણ્યા શખસો દ્વારા છરી પાઇપથી હુમલો કરીને હત્યા થતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. હાલ મા જ યોજાયેલી ગ્રામ પંચાયતની તાજેતર માં થયેલી ચૂંટણી કારણભૂત હોવાને કારણે સરપંચ જયસુખ માંધડની હત્યા કરી હોવાથી દલિત સમાજનો મોટો સમુદાય હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યો હતો. મોડી રાત્રે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા દલિત સમાજને સમજાવટ ના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
First published: March 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर