રાણાવાવ : ખોડિયાર મંદિરના ઘૂનામાં પાણીનો પ્રવાહ ધસી આવતાં માતા-પુત્રી સહિત ત્રણનાં મોત

પોરબંદર (Porbandar) અને દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લાની વચ્ચે આવેલા બરડા (Bardao) ડુંગરમાં (Mountain) રાણાવાવ (Ranavav) નજીકની ઘટના, પરિવારની માતા-પુત્રી સહિત ત્રણનાં મોત, બે મહિલાની લાશ મળી એક લાપતા

News18 Gujarati
Updated: September 9, 2019, 4:23 PM IST
રાણાવાવ : ખોડિયાર મંદિરના ઘૂનામાં પાણીનો પ્રવાહ ધસી આવતાં માતા-પુત્રી સહિત ત્રણનાં મોત
મૃતક શિવાંગી અને ધારાની ફાઇલ તસવીર
News18 Gujarati
Updated: September 9, 2019, 4:23 PM IST
ગોવિંદ કરમુર, દેવભૂમિ દ્વારકા : દેવભૂમિ (Devbhoomi Dwarka) દ્વારકા અને પોરબંદર  (Porbandar) જિલ્લાની વચ્ચે આવેલા બરડા (Bardao) ડુંગરમાં (Mountain) ભારે વરસાદના કારણે અચાનક પાણી ધસી આવ્યું હતું. બરડા ડુંગરના ખોળે આવેલા થાપાવાળી ખોડિયાર (Khodiyar Mandir) માતાના મંદિર નજીક ધોધ પાસે પાણીનો પ્રવાહ અચાનક ધસી આવતાં ધૂન કરી રહેલ લોહાણા પરિવાર તણાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાનું (Woman) મૃત્યુ (Death) થયું છે.

મૃતક મહિલાઓ પૈકી બે મહિલાની લાશ મળી આવી છે, જ્યારે એક લાપતા બની છે. થાપાવાળી ખોડિયારના ધરા નજીક રઘુવંશી પરિવાર ધૂન કરી રહ્યો હતો ત્યારે બરડામાંથી અચાનક પાણી ધસી આવ્યું હતું. પાણીના ધસમસતા પ્રવાહમાં રીના જીતેન્દ્રભાઈ બારાઈ, શિવાની જીતેન્દ્રભાઈ બારાઈ અને ધારાબેન રાજેશભાઈ કોટેચા તણાયાં હતા. પાણીમાં તણાયેલી ત્રણ પૈકીની બે મહિલાનાં મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે મૃતક રીના બારાઈની 12 વર્ષની દિકરી શિવાનીનો પતો મળ્યો નથી.

આ પણ વાંચો :  ગઢડામાં 12 વર્ષ બાદ નીકળી રહી છે જળજીલણી જળયાત્રા, CM રૂપાણી હાજર

પ્રાપ્ત અહેવાલો મુજબ ડુંગર પરથી એક શીલા ખસી જતાં અચાનક પાણીનો પ્રવાહ ધસી આવ્યો હતો. મહિલાઓ લાપતા બની હોવાની જાણ તંત્રને થતાં ફાયર વિભાગની ટીમ સહિત તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને શોધખોળ હાથ ધરી હતી. કલાકો બાદ હીનાબેન જીતેન્દ્રભાઈ બારાઈ અને ધારાબેન રાજેશભાઈ કોટેચાનો મૃતદેહ મળી આવ્યો છે. તેમજ હીનાબેન જીતેન્દ્રભાઈની પુત્રી શિવાંગી હજી લાપતા હોવાથી તેમની શોધખોળ ચાલુ છે.

થાપાવાળી ખોડિયાર મંદિરના ધરામાં એક ધોધ પણ વહે છે, મહિલાઓ ધોધના પાણીમાં તણાઈ હોવાના કારણે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની શોધખોળના અંતે બે મહિલાઓની લાશ મળી આવી હતી.
First published: September 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...