વેપારીને નિર્વસ્ત્ર કરી રૂ.50 લાખ માગ્યા,રેપકેસમાં ફીટ કરવાની આપી ધમકી,4ની ધરપકડ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
વેપારીને નિર્વસ્ત્ર કરી રૂ.50 લાખ માગ્યા,રેપકેસમાં ફીટ કરવાની આપી ધમકી,4ની ધરપકડ
રાજકોટઃરાજકોટમાં વેપારીને રેપના ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી માગતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેથી યુનિવર્સીટી પોલીસે આ ગુન્હામાં બે યુવતી સહીત ચાર શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે વિવાદાસ્પદ પાયલ બુટાણી હજુ આ ગુન્હામાં ફરાર છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
રાજકોટઃરાજકોટમાં વેપારીને રેપના ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી માગતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેથી યુનિવર્સીટી પોલીસે આ ગુન્હામાં બે યુવતી સહીત ચાર શખ્સોની ધરપકડ કરી છે.જ્યારે વિવાદાસ્પદ પાયલ બુટાણી હજુ આ ગુન્હામાં ફરાર છે.
રાજકોટમાં રહેતા વેપારી ગત તારીખ 8 ના કાર લઇ કાલાવડ રોડ પરથી જતા હતા ત્યારે વિવદાસપદ પાયલ બુટાણી, ગીતાબેન, નીલમબેનએ કાર અટકાવી હતી અને વેપારીની કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ નજીકના ફ્લેટમાં વેપારીને લઇ જવામાં આવ્યા હતા. ફ્લેટ પર પહોચતાની સાથે જ હિમાંશુ ઉર્ફે લાલો અને વિપુલ નામના શખ્સો આવ્યા હતા. ત્યારબાદ વેપારીને નિર્વસ્ત્ર કરી માથાકૂટ કરી હતી અને બળાત્કારના ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની ખંડણી માગી હતી. જોકે રકજક ના અંતે રૂપિયા 10 લાખમાં નક્કી થયું હતું , બનાવ સમયે વેપારીના ખિસ્સામાંથી રૂપિયા 7000  કાઢી લીધા હતા અને વધુ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી.
પૈસાની ઉઘરાણી માટે પાયલ બુટાણી ટોળકી વેપારીને ધમકીભર્યા ફોન કરતી હતી. જેથી વેપારીએ કંટાળીને પોલીસનો સહારો લીધો હતો અને યુનિવર્સીટી પોલીસ મથકમાં ટોળકી વિરુદ્ધ ગઈકાલે જ  ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હિમાંશુ ઉર્ફે લાલો, વિપુલ, ગીતાબેન અને નીલમબેનની ધરપકડ કરી છે. જોકે પાયલ બુટાણી હજુ પણ ફરાર છે.
 
First published: March 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर