દેશમાં પહેલીવાર રૂ.200ની નોટ, શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે લોન્ચ કરાશે

VINOD LEUVA | News18 Gujarati
Updated: August 24, 2017, 3:14 PM IST
દેશમાં પહેલીવાર રૂ.200ની નોટ, શુક્રવારના રોજ એટલે કે આવતીકાલે લોન્ચ કરાશે
દેશમાં પહેલીવાર રૂ.200ની નોટ શુક્રવારના રોજ RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) દ્વારા નવી નોટ લોન્ચ કરવામાં આવશે. રિઝર્વ બેંકે દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: August 24, 2017, 3:14 PM IST
નવી દિલ્હીઃ દેશમાં પહેલીવાર રૂ.200ની નોટ શુક્રવારના રોજ RBI (રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા) દ્વારા નવી નોટ લોન્ચ કરવામાં આવશે. રિઝર્વ બેંકે દ્વારા આ માહિતી આપવામાં આવી છે.   રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે તે 200 રૂપિયાની નોટ 25 ઓગસ્ટ એટલે કે આવતીકાલે જારી કરવા જઈ રહ્યું છે. આ આરબીઆઈના કેટલાક કાર્યાલયો અને અમુક બેંકોને પહેલા જારી કરવામાં આવશે. આરબીઆઈએ આ નોટના સેમ્પલ જારી કરતાં તેના ફીચર્સની પણ જાણકારી આપી છે.

સૂત્રોનું માનીએ તો 200 રૂપિયાની આશરે 50 કરોડ નોટ બજારમાં લાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે કાળાનાણા પર લગામ લાદવાના પ્રયત્ન હેઠળ ભારતીય રિઝર્વ બેંક પહેલી વખત 200 રૂપિયાની નોટ બહાર પાડી રહ્યું છે. ટૂંક સમયમાં જ 200 રૂપિયાની નોટ ATM અને બેંકોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. નોટનું બ્લેક માર્કેટિંગ ન થઈ શકે તે માટે આરબીઆઈએ તૈયારી કરી લીધી છે. હાલ 200 રૂપિયાની 50 કરોડ નોટ છાપવામાં આવી ચૂકી છે
First published: August 24, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर