Doctors Day ના દિવસે જ સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડૉક્ટરનું કોરોના વાયરસથી મોત

News18 Gujarati
Updated: July 1, 2020, 5:07 PM IST
Doctors Day ના દિવસે જ સુરેન્દ્રનગરના પ્રતિષ્ઠિત ડૉક્ટરનું કોરોના વાયરસથી મોત
ડૉ.ચાંપાનેરિયાના નાની ઉંમરે થયેલા નિધનથી સમગ્ર પંથકમાં અરેરાટી છૂટી ગઈ છે.

એમડી ચેસ્ટની ડિગ્રી મેળવી અને નાની ઉંમરમાં સુરેન્દ્રનગરમાં નાની ઉંમરે કાઠું કાઢનાર ડૉક્ટર ચાંપાનેરિયાને કોરોના ભરખી ગયો, પત્ની અને બાળક પણ પોઝિટિવ થયા હતા

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : આજે નેશનલ ડૉક્ટર્સ ડે છે (National Doctor's Day/ Happy National Doctor's Day 2020)કોરોના કાળમાં ડૉક્ટર્સ જે નિષ્ઠાપૂર્વક કોરોના વોરિયર્સની ભૂમિકા નિભાવી છે તે હંમેશા યાદ રાખવા યોગ્ય છે. તેવામાં આજે ડૉક્ટરની સેવાને બિરદાવાના દિવસે જ રાજ્યના એક આશાસ્પદ ડૉક્ટરને કોરોના વાયરસ (coronavirus) ભરખી ગયો છે. અમદાવાદ (Ahmedabad)માં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દી અને સુરેન્દ્રનગરના જાણીતા ડૉક્ટર શૈલેષ ચાંપાનેરિયાનું મોત નીપજ્યું છે. સુરેન્દ્રનગરમાં કોરોનાની સ્થિતિ વકરી રહી છે. તેવામાં ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરે પોતે જ કોરોનાના વાયરસનો ભોગ બનતા સુરેન્દ્રનગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ડૉક્ટર્સને હંમેશાથી ભગવાનનો દરજ્જો આપવામાં આવતો રહ્યો છે. આવું એટલા માટે પણ છે કારણ કે તેઓ પોતાના જીવની ચિંતા કર્યા વગર પોતાના દર્દીઓનો જીવ બચાવવા માટે તમામ પ્રયાસ કરે છે. આ વર્ષે ડૉકટર્સ ડે (Doctor's Day) ઘણી રીતે મહત્ત્વનો છે કારણ કે દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પણ ડૉક્ટર્સ કોરોના મહામારી (Coronavirus Pandemic)ની વિરુદ્ધ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ સાબિત થયા છે. તેવામાં સુરેન્દ્રનગરના ડૉક્ટર ચાંપનેરિયા કોરોના સંક્રમિત થઈને મોતને ભેટતા તબીબી આલમ સહીત નગરજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પરિવારે જણાવ્યું કે 'ડૉક્ટરને ચાપનેરિયાની ઓપીડી શરૂ હતી. જોકે, તેઓ કોરોનાના પેશન્ટનો ઇલાજ નહોતા કરતા પરંતુ દર્દીઓ હૉસ્પિટલમાં આવી રહ્યા હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો દેખાવાના ચાલું થયા. ટેસ્ટ કરતા તેમને અને પત્ની સાથે બાળકને પણ કોરના વાયરસનો ચેપ લાગ્યો હતો. ડૉ. ચાપનેરિયાને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્ની અને બાળકની સારવાર પણ થઈ રહી હતી. દરમિયાન તેમની તબિયત વધુ લથડતા અમદાવાદમાં સીમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત થયું છે. ડૉ.ચાપાનેરિયાની પત્ની અને બાળકને સાજા થઈને રજા આપી દીધી છે.'

આ પણ વાંચો : Big News: રાજ્યની તમામ યુનિવર્સિટીમાં અંતિમ વર્ષની Exam લેવાશે, શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત

ડૉક્ટર ચાંપાનેરિયા અમદાવાદની સીમ્સ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. સુરેન્દ્રનગરમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સુરેન્દ્રનગરમાં કેટલાક તબીબો પણ કોરોનાની ઝપટમાં આવ્યા છે. ગઈકાલે એક જ દિવસમાં જિલ્લામાં કોરોનાના 15 કેસ નોંધાયા હતા. આ ઘટનાના પગલે હાહાકાર મચી ગયો હતો.આ પણ વાંચો :  હિમ્મતનગર : લગ્નપ્રસંગમાં છવાયો માતમ, નદીમાં ન્હાવા પડેલો વરરાજાનો માસીનો દીકરો ડૂબી જતા મોત

સુરેન્દ્રનગરની મુલાકાતે આરોગ્ય નિયામક

વિભાગીય નિયામક ડોકટર સતિષ મકવાણાએ લીંબડી કોરોના પોઝીટીવ એરીયા જે કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરેલ છે તેની મુલાકાત કરેલ તેમજ કન્ટેન્ટમેન્ટ એરીયા તળાવ મહોલ્લા માં સગર્ભા બેન ને કોરોના પોઝીટીવ આવતા આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરેલ ત્યારે આર.ડી.ડી. સતિષ મકવાણાએ વિસ્તારના રહિશો સાથે વાતચીત કરેલ તેમજ વિસ્તારની આરોગ્ય તપાસણી બાબતે પુછપરછ પણ કરી હતી અને આરોગ્ય કર્મચારીઓને પણ રોજેરોજના ચેકઅપ બાબતે પુછપરછ કરી હતી
First published: July 1, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading