સુરેન્દ્રનગરના સગીરનું વોટર પાર્કમાં ડૂબી જવાથી મોત

News18 Gujarati
Updated: May 13, 2019, 1:12 PM IST
સુરેન્દ્રનગરના સગીરનું વોટર પાર્કમાં ડૂબી જવાથી મોત
મૃતક સગીરનું નામ કુલદીપ ટમાલીયા છે તે ચુડાનો રહેવાસી છે

મૃતક સગીરનું નામ કુલદીપ ટમાલીયા છે તે ચુડાનો રહેવાસી છે

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: ચોટીલા નેશનલ હાઇવે પર વોટરપાર્કમાં ચુડાનાં એક સગીરનું મોત નીપજ્યુ છે. આ મૃતકનું નામ કુલદીપ ટમાલીયા છે. આ સગીર બાળકનાં પરિવારજનોએ વોટરપાર્કનાં સંચાલકો પર સમગ્ર દોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે વોટરપાર્ક સંચાલકોનો બેદરકારીને કારણે જ આ દુર્ઘટના બની છે. જો તેમને બાળકને સમયસર સારવાર આપી હોય તો આજે તેને બચાવી લેવાયો હોત.

હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરમીથી રાહત મેળવવાં ઘણાં લોકો પરિવાર સાથે મિત્રો સાથે વોટરપાર્કમાં જતા જ હોય છે પણ આ ઘટના આંખ ઉઘાડનારી છે. એક તરફ આ ગરમીની સિઝનમાં આપણે વોટરપાર્ક અનો વોટરગેઇમને ઘણી જ સેફ માનતા હોઇએ છીએ. પણ ઘણી વખત વોટરપાર્કની બેદરકારી પણ સામે આવતી હોય છે આવું જ કંઇક આ કિસ્સામાં પરિવારજનોનો આરોપ છે.

સંવાદાત્તા રાજુદાન ગઢવીનાં જણાવ્યા પ્રમાણે, સેતુ જોય વોટર પાર્ક નેશનલ હાઇવે પાસે આવેલ છે. બપોર સુધી આ આખી ઘટના વોટરપાર્કનાં માલિકોએ દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હતો. આ આખી ઘટના તે બાદ બહાર આવી હતી.

ન તો વોટરપાર્કનાં માલિકાઓએ એ ધ્યાન આપ્યું હતું કે આ બાળક કેવી રીતે ડુબ્યો. ઘટના બહાર આવ્યા બાદ તેમણે થોડા સમય માટે ઘટના પાછળનું કારણ જાણવાં શોધખોળ હાથ ધરી હતી. જો બાળકની પ્રાથમિક સારવાર થઇ ગઇ હોત તો તેને બચાવી શકાત એવું તેનાં પરિવારજનોનું કહેવું છે.
First published: May 13, 2019, 10:33 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading