ચોટીલા : મહિલા સરપંચના પતિની દેશી બંદૂકના ભડાકે હત્યા

જૂની અદાવતમાં હત્યા.

બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને ફાયરિંગ કરવામાં આવ્યું, મૃતક અને આરોપી કુટુંબી સગા હોવાનું સામે આવ્યું.

 • Share this:
  રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : ચોટીલાના જીવાપર ગામ ખાતે મહિલા સરપંચના પતિની બંદૂકના ભડાકે હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે મૃતક તેમજ દેશી બંદૂકમાંથી ભડાકો કરનાર બંને કુટુંબી સગા છે. અગાઉ થયેલી માથાકૂટનું મનદુખ રાખીને આ હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો.

  પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ પરાળીયાએ બે વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખીને ભરત પરાળીયા નામના વ્યક્તિ પર દેશી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગથી ભરતની છાતીમાં છરા ઘૂસી ગયા હતા અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદમાં તેનું મોત થયું હતું.

  મહિલા સરપંચના પતિની હત્યા.


  આ મામલે મૃતકના પિતાએ નાનીમોલડી પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે ભારતીય દંડ સંહિતાની કલમ 302, આર્મ્સ એક્ટની કલમ 25(1), (1-બી) એ, 27 મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  આ પણ વાંચો : 
  Published by:Vinod Zankhaliya
  First published: