રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં (Surdranagar) ચૂંટણીનો માહોલ (Local Body elections) ચરમસીમાએ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીનું મતદાન થવાનું છે. દરમિયાન આ મતદાન પહેલાં જ જિલ્લામાંથી ઘાતકી હથિયારો (Weapons caught) અને તેના સરંજામ સાથે ત્રણ શખ્સો ઝડપાયા છે. જિલ્લા એલસીબીએ (Surendranagr Police) આ શખ્સો પાસેથી હથિાર કબ્જે કર્યા છે.
બનાવની વિગતો એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગના બનાવો વધતા રાજકોટ રેંજ આઇજીએ તપાસના આદેશો આપ્યા હતા. દરમિયાન પોલીસની તપાસમાં પાટડી તાલુકાના દેગામ ગામની સીમમાંથી 9 હથિયારો મળી આવ્યા હતા. પોલીસને અહીંયાથી ગેરકાયદેસર રાખવામાં આવેલા દેશી બંદૂક, તમંચો , પિસ્તોલ, ગનપાવડર, લોખંડના છરા મળી આવ્યા હતા.
આ પણ વાંચો : ભરૂચ : BJPના ઉમેદવારની ચૂંટણી સભામાં અભિનેત્રીએ ઠુમકા લગાવ્યા, Video થયો Viral
પોલીસે આ હથિયાર સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આ શખ્સો પાસેથી વધુ હથિારો મળી આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે ત્યારે પોલીસે હાલ કુલ 9 હથિયારો કબ્જે કર્યા છે. પોલીસે આ શખ્સો પાસેથી 5 દેશી બંદૂક, એક તમંચો, એક પિસ્તોલ, ગન પાવડર, લોખંડના છરા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ શખ્સોએ શા માટે હથિયાર રાખ્યા હતા તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો : મનપાનો જંગ : રાજ્યના આ શહેરમાં 'હાથી'એ કમળ અને પંજાને પછાડ્યો, BSPના 3 ઉમેદવારોની જીત
શું ચૂંટણીમાં થવાનું હતું અમંગળ?
દરમિયાન આ હથિયારો ચૂંટણી પહેલાં ઝડપાતા ચકચાર મચી છે. શું આ શખ્સોએ ચૂંટણીને ધ્યાને રાખીને હથિયારો એકઠાં કર્યા હતા કે પહેલાંથી જ તેઓ ગુનાહિત પ્રવૃતિમાં હતા તે તમામ રહસ્યો હવે પોલીસની તપાસમાં આવશે. હાલતો સમગ્ર પાટડી પંથકમાં આ હથિયારકાંડ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. દરમિયાન જિલ્લામાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે ત્યારે આ શખ્સો પાસેથી અન્ય હથિયારો પણ મળી આવે છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી વઘુ તપાસ ચલાવી છે.