સુરેન્દ્રનગર : ધસમસતા વહેણમાં રીક્ષા તણાઈ, 3નો બચાવ, મહિલા લાપતા - Video

News18 Gujarati
Updated: September 5, 2020, 1:57 PM IST
સુરેન્દ્રનગર : ધસમસતા વહેણમાં રીક્ષા તણાઈ, 3નો બચાવ, મહિલા લાપતા - Video
રીક્ષા ચાલકની બહાદુરી ભારે પડી,.એક જીવ લાપતા બન્યો જ્યારે ત્રણ વ્યક્તિનો માંડ માંડ બચાવ થયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બળોલ અને હડાળા વચ્ચે નદી પાસે પાણીમાં CNG રીક્ષા તણાઈ, ઘટનાનો વીડિયો સામે આવ્યો

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર : રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાંથી વરસાદના અને પૂરના પાણી ઓસર્યા નથી. દરમિયા
સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બળોલ અને હડાળા વચ્ચે નદી પાસે પાણીમાં CNG રીક્ષા તણાવાની ઘટના સામે આવી છે. ઘટનામાં ચાર લોકો નદીના વહેણમાં તણાયા હતા જેમાં સ્થાનિકોએ ત્રણને બચાવી લીધા હતા જ્યારે એક મહિલા લાપતા બની હતી.

આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં પાણીના વહેણમાં રીક્ષા તણાતી જોવા મળી હતી. જોકે, 24 કલાક બાદ અહેવાલો ન્યૂઝ18 ગુજરાતીમાં પ્રસારિત થતા 'આળસું' તંત્ર ઘોર નીંદ્રામાંથી જાગ્યું હતું અને રેસ્ક્યૂ ટીમ આવી પહોંચી હતી. અગાઉ આ ઘટનામાં ભોગ બનનારી મહિલાના ભાઈ શિવરાજસિંહે ન્યૂઝ18 ગુજરાતીના કેમેરા સામે મદદ માંગી હતી અને ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું હતું.


ઉલ્લેખીય છે કે આ વર્ષે ભાલ પંથકમાં કાયમની જેમ વરસાદ બાદ અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. ધંધુકા તાલુકાના ભાલ પંથકમાં આ બંને ગામો સંપર્ક વિહોણા છે જ્યાં લોકો જીવના જોખમે જાય છે અને જીવ ગુમાવે છે. તંત્ર અહીંયા ડોકિયું દેવા ન આવતું હોવાની લોક ફરિયાદ છે.

આ પણ વાંચો :  મોરબી : પેટ્રોલ પમ્પના માલિકને મારા મારી રોકડ અને ગાડીની લૂંટ, લુખ્ખા તત્વો બેફામજોકે, ઘટનાના અહેવાલ બાદ આખરે તંત્રની રેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે અને લાપતા મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. મેઘરાજાના કોપથી સમગ્ર વિસ્તારમાં મહેરના બદલે કહેર થયો છે ત્યારે ભવિષ્યમાં વાહનચાલકો પણ આ પ્રકારની બહાદુરી ન બતાવે અને વહેણમાં જોખમ ન ખેડે તે જ હિતાવહ છે.

આ પણ વાંચો :  સુરત : હત્યાના આરોપીએ TRB જવાન પર છરાથી હુમલાનો પ્રયાસ કર્યો, ઘટનાનો Video થયો Viral
Published by: Jay Mishra
First published: September 5, 2020, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading