રાજેન્દ્ર ગઢવી, સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ખેડૂતોની નારાજગી સામે આવી છે. ખેડૂતોએ હલ્લાબોલ કરી આદર્શ આચાર સંહિતા વચ્ચે વિરોધ નોંધાવ્યો છે. પાક વીમા મુદ્દે લખતરમાં વિશાળ ખેડૂત રેલી કાઢીને મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે.
ખેડૂતો દ્વારા વિશાળ રેલી યોજી મામલતદારને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી કે, ખેડૂતોના પાક વીમા મુદ્દે 5 ટકા લેખે વીમા કવચ માટેનું પ્રિમિયમ નક્કી કરાયું છે. ગત ચોમાસા બાદ લખતર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા છતાં લખતર તાલુકાના ખેડૂતોને 5 ટકા પ્રીમિયમ સામે 6 ટકા લેખે વીમાની ચૂકવણી કરાતા લખતર તાલુકાના 42 ગામના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આથી ખેડૂતોને થયેલા પાક વિમાના અન્યાય સામે રાજપૂત કરણી સેના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ સહકારી મંડળી અને બેંકો દ્વારા ફરજિયાતપણે 5 ટકાના પ્રીમિયમ સામે વીમા કંપની દ્વારા માત્ર 6 ટકા લેખે વીમો મંજૂર કરાતા રાજપૂત કરણી સેના દ્વારા 42 ગામના ખેડૂતોને સાથે રાખી રેલી સ્વરૂપે મામલતદારને વિરોધ નોંધાવી આવેદન આપવામાં આવ્યું હતું.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર