સુરેન્દ્રનગરઃ કારની સાઇડ કાપવાની બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવકનું મોત

News18 Gujarati
Updated: February 18, 2019, 12:03 PM IST
સુરેન્દ્રનગરઃ કારની સાઇડ કાપવાની બાબતમાં બે રાઉન્ડ ફાયરિંગ, યુવકનું મોત
સાયલા હોસ્પિટલમાં મૃતક યુવક અને પોલીસ કર્મીઓ

સામાન્ય બાબતે બોલાચાલી થતાં ફાયરિંગમાં એક 32 વર્ષીય યુવાનનું મોત હાલમૃતકને સાયલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો.

  • Share this:
રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર

સામાન્ય રીતે ગુજરાતમાં નજીવી બાબતે ફાયરિંગ થવાની ઘટનાઓ છાસવારે બનતી હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જીલ્લામાં બની હતી. કારની સાઇડ કાપવાની બબાલમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જોકે, યુવકે તાત્કાલિત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે સાથે પોલીસને જાણ થતાં જ પોલીસ પણ હોસ્પિટલ દોડી આવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લાના ખીટલા ગામે એક યુવકે કારની સાઇડ કાપી હતી. આ અંગે બીજા યુવકે બબાલ કરી હતી. કારની સાઇડ કાપવા જેવી નજીવી બાબતે મોટી બબાલ થઇ હતી. સામાન્ય બાબતે બોલાચાલી થતાં ફાયરિંગમાં એક 32 વર્ષીય યુવાનનું મોત હાલમૃતકને સાયલા હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડાયો હતો. ફાયરિંગમાં મોતને ભેટેલા યુવકનું નામ ધીરુભાઇ જેઠસુરભાઇ ખવડ છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તપાસ માટે સાયલા હોસ્પિટલ પહોંચ્યો છે. બે રાઉન્ડ ફાયરિંગ થયાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનોં નોંધીને વધુ તપાસ હાથધરી હતી.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરના થાનગઢના વગડિયામાં વેપારી પર બેથી વધુ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. જો ફાયરિંગમાં કરિયાણાના સ્ટોલ પર ઉભેલા યુવકને ગોળી વાગી હતી, અને તે ઘાયલ થઇ ગયો હતો. બાદમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ જેલમાંથી છૂટેલા માથાભારે શખ્સે ફરી વેપારી પર કર્યું ફાયરિંગ

પોલીસ તપાસમાં પ્રાથમિક તારણ બહાર આવ્યું કે ફાયરિંગ કરનાર આરોપી થાનગઢનો માથાભારે શખ્સ છે, જેણે અગાઉ પણ વેપારીની દુકાન પર ફાયરિંગ કરી ખંડણી માગી હતી, આ કેસમાં જેલમાંથી તે હાલમાં જ છૂટ્યો હતો, જેલમાંથી છૂટ્યા બાદ ફરી તેણે પોતાના લખણ છલકાવ્યા અને વેપારી પર ફાયરિંગ કર્યું હતું. હાલ પોલીસે વેપારીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે
First published: February 18, 2019, 12:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading