સુરેન્દ્રનગરમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટયો! વધુ બે 'મુન્નાભાઈ MBBS' પકડાયા

News18 Gujarati
Updated: July 16, 2020, 6:04 PM IST
સુરેન્દ્રનગરમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટયો! વધુ બે 'મુન્નાભાઈ MBBS' પકડાયા
સુરેન્દ્રનગર જિલ્લામાંથી બે નકલી ડોક્ટર ઝડપાયા

બોગસ તબીબ પાસેથી પોલીસે રૂ.૧,૦૪,૧૭૭ની તારીખ પૂર્ણ થયેલી દવાઓ કબ્જે કરી : બીજાના નામનું મેડિકલ પણ ચલાવતો હતો

  • Share this:
સુરેન્દ્રનગર, રાજુદાન ગઢવી : મુળીના દેવપરા ગામે ૧૦ વર્ષથી માત્ર નવ ધોરણ ભણેલો ડીગ્રી વગરનો તબીબ ક્લિનીક ખોલી પ્રેકટીસ કરતો હોવાની જાણ થતાં મુળી પોલીસે દરોડો પાડી તબીબની ધરપકડ કરી રૂા.૧, ૦૪, ૧૭૭ની એલોપેથી દવા કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મુળીના દેવપરા ગામે ક્લિનીક ખોલી તબીબ પ્રેકટીસ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી.ના પી.આઈ. એસ.બી.સોલંકીએ, એ.એસ.આઈ. ઘનશ્યામ મસીયાવાએ દરોડો પાડી બોગસ તબીબ ગોવિંદ રણછોડ પઢેરીયા (ઉ.વ.૪૦) (રહે.શાહ પાર્ક સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી એલોપેથી દવાઓ કિંમત રૂા.૧,૦૪,૧૭૭ની કબ્જે કરી હતી. આ અંગે મુળી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, તાલુકા હેલ્થ ઓફિસર દર્શન પટેલને ધ્યાને આવતા પી.એચ.સી.ના ડો. પ્રિન્સિબા ચુડાસમાને લેખીતમાં જાણ કરી હતી. બનાવ અંગે એસ.ઓ.જી.ની ટીમને જાણ કરાતા પોલીસે દરોડો પાડ્યો હતો. આરોગ્ય ટીમની તપાસમાં પણ કોઈપણ જાતની ડીગ્રી વગર ૧૦ વર્ષથી એલોપેથિક દવા આપતો હતો અને મેડિકલ સ્ટોર પણ અન્યના નામે પોતે ચલાવતો હોવાનું ખુલવા પામ્યું હતું. જ્યારે મેડિકલ સ્ટોરમાંથી તારીખ પૂર્ણ થયેલી દવાઓ પણ મળી આવતા ડ્રગ ઈન્સ્પેકટર સુરેન્દ્રનગરને લેખીતમાં તાલુકા હેલ્થ ઓફિસરે જાણ કરી હતી.

બીજો બાજુ, મૂળી પોલીસ તંત્ર દ્રારા ઉમરડા ગામેથી પણ બોગસ તબીબને ઝડપી પાડયો છે. મૂળી PSI ડી.જે.ઝાલા પો.હે.કો અશોકસિહ પરમાર, રાયસંગભાઇ પરમાર સહિત સ્ટાફ મૂળી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ એસ આઇ હર્ષરાજ સિહ ઝાલાને ખાનગી રાહે બાતમી મળેલ કે, ઉમરડા ગામે હરેશભાઇ લક્ષ્મણભાઇ કલોત્રા જાતે રબારી રે.સુ.નગર પોતે ડોકટર ન હોવા છતા લોકોમા ડોકટર હોવાનુ જણાવી ધણા સમયથી પ્રેકટીસ કરી માનવ આરોગ્ય સાથે ચેડા કરી રહયા છે.

આ હકિકત મળતા મેડિકલ ઓફિસર પી આઇ ચુડાસમા વગડીયા મેડિકલ સ્ટાફ સાથે સ્થળ પર રેડ કરતા પોતે ડોકટર ન હોવા છતા, તેમજ કોઇપણ જાતના તબીબી સારવાર કરવાના કોઇપણ સર્ટી ન હોવા છતા પ્રેકટીસ કરતો હોવાનુ માલુમ પડતા તેના કલીનીક માથી જુદી જુદી કંપનીઓની એલોપેથી દવાનો જથ્થો ઝડપી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામા આવેલ હતી. અગાઉ પણ મૂળી પોલીસની ટીમે દેવપરા ગામે લોકડાઉન સમયે બોગસ ડોકટરને ઝડપી પાડેલ હતો.
Published by: kiran mehta
First published: July 16, 2020, 5:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading