રવિવારના દિવસે સવારમાં જ રાજ્યમાં બે અકસ્માતની ઘટના બની છે. જેમાં ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર પંથકમાં મળીને કુલ બે અકસ્માત સર્જાયા છે. આ બે અકસ્માતોમાં કુલ બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જલારામ મંદિર પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. લીંમડી હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઇ જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં 50થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
બનાસકાંઠાના ડીસાની વાત કરીએ તો ડીસા શહેરમાં આજે રવિવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એક ટ્રક પાછળ બીજી ટ્રક ધડાકાભેર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થવાની સાથે જ સ્થળ ઉપર સ્થાનિક લોકોના ટોળે ટોળા એકઠાં થઇ ગયા હતા. જ્યારે અઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થલ ઉપર આવી પહોંચી હતી.
બીજી ઘટનાની વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઇવે ઉપર રવિવારે સવારે ખાનગી ટ્રાવેલ્સ પલટી ખાઇ ગઇ હતી. બોડિયા પાટીયા પાસે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે 50થી વધુ વ્યક્તિને ઇજાઓ પહોંચી છે.
આ ઉપરાંત ચાર વ્યક્તિ ટ્રાવેલ્સ નીચે દટાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. અકસ્મતાની જાણ થતાં જ લોકોના ટોળા સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને બચાવ કામગીરી હાથધરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર