રાજુદાન ગઢવી, સુરેન્દ્રનગર: એક પછી એક જમીન કૌભાંડ સામે આવી રહ્યું છે. લેન્ડ માફિયા જમીનો પર ગેરકાયદે કબ્જો કરી રહ્યા છે. અથવા સરકારી જમીન સસ્તા ભાવે આપી દેવાનું કૌભાંડ સામે આવી રહ્યું છે. આજે ફરી એક મોટું જમીન કૌભાંડ થયું હોવાના આક્ષેપ સાથે વિરોધ શરૂ થઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં ફરી કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જમીન સસ્તા ભાવે વેંચી દેવાનું કૌભાંડ ધુણ્યું છે. સોનાની લગડી સમાન જમીન પાણીના ભાવે પધરાવી દેવાનો આક્ષેપ કરી પાલિકાના પૂર્વ પ્રમુખે વિરોધ નોંધાવ્યો છે.
રાજકોટ: ફ્લેટના કબાટ, પેટી-પલંગમાં કપડાને બદલે હતો દારૂનો જથ્થો, પોષ વિસ્તારમાં Raid
વિગતે ઘટનાની વાત કરીએ તો, વઢવાણ પાલીકા વિસ્તારમાં 80 ફૂટ રોડ ભક્તિનંદન સર્કલ પાસે સોનાની લગડી સમાન કરોડો રૂપિયાની કીમતી સરકારી જમીન છે. આ જમીનની બજાર કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. જે સરકારી જમીન વઢવાણ પાલીકાએ ખાનગી સંસ્થાને પાણીના ભાવે ફાળવી દીધી હોવાથી. પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ: ડેમ પાસે બેસી વાસણ ઘસી રહેલી 15 વર્ષની યુવતી પર મગરનો હુમલો, ખેંચી ગયો પાણીમા
પાલિકાના પૂર્વ પ્રમુખ વિક્રમ દવેએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ પહેલા ધારાસભ્યના ઘરની પાસેની કિમતી જમીન બચાવી લેવામાં આવી છે. પરંતુ, હાલ પાલીકામાં વહીવટી શાશમ આવતા ફરી જીનનું ભૂત ધૂણ્યું છે, અને આખુ પ્રકરણ રીવીઝન અરજીથી ફરી પ્રયાસ થતા પૂર્વ પ્રમુખે વિરોધ કર્યો છે. પ્રાદેશિક નિયમાગ નગર પાલિકાની કચેરીએ પાલીકા વહીવટદાર ચીફ ઓફિસર સહિત પક્ષકારને નોટિશ મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આદંલન અને ધરણા જેવા કાર્યક્રમની ચીમકી આપવામાં આવી છે.