Home /News /kutchh-saurastra /

રાજ્યમાં ગરમીમાં આંશિક વધારો, સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી

રાજ્યમાં ગરમીમાં આંશિક વધારો, સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી

    અમદાવાદઃ રાજ્યમાં ફૂંકાતા ગરમ પવન સાથે તાપમાનમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ગઈ કાલ કરતાં તાપમાનમાં આંશિક વધારો નોંધાયો છે. સૌથી વધુ મહત્તમ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી નોંધાયું છે, જે ગઈ કાલે 42.3 નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ગઈ કાલે 41.3 ડિગ્રી હતું. રાજ્યમાં સરેરાશ તાપમાન આશરે 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું.

    મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં આજે મહત્તમ તાપમાનનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી, અમરેલીનું 42 ડિગ્રી, અમદાવાદનું 41.9 ડિગ્રી, ડીસાનું 41.2 ડિગ્રી, ગાંધીનગરનું 41.5 ડિગ્રી, ઈડરનું 41.8 ડિગ્રી, રાજકોટનું 41.9 ડિગ્રી અને ભુજનું 41.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

    મહત્તમ તાપમાનમાં હજી વધુ વધારો થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આવનારા દિવસોમાં 45 ડિગ્રી સુધી મહત્તમ તાપમાન વધી શકે છે. હવામાન ખાતા દ્વારા વારંવાર સલાહ આપવામાં આવે છે કે બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન કામ સિવાય ઘર બહાર ન નીકળવાની સલાહ આપે છે. બીજી બાજુ, ગરમીમાં રોગનું પ્રમાણ પણ વધી ગયું છે.
    Published by:Sanjay Joshi
    First published:

    Tags: Hit wave, Surendranagar, Temperature, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन