હાર્દિક પર મને ત્રણ વર્ષથી ગુસ્સો હતો, તે ગુજરાતનો બાપ થોડો છે : તરૂણ ગજ્જર

News18 Gujarati
Updated: April 19, 2019, 4:04 PM IST
હાર્દિક પર મને ત્રણ વર્ષથી ગુસ્સો હતો, તે ગુજરાતનો બાપ થોડો છે : તરૂણ ગજ્જર
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો તરુણ ગજ્જર

'તે ગુજરાતનો હિટલર થોડો છે? કે બાપ થોડો છે કે જ્યારે તે ઇચ્છે ત્યારે ગુજરાત બંધ થઇ જાય.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : સુરેન્દ્રનગરનાં વઢવાણના બલદાણા ખાતે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ભાષણ આપી રહ્યો હતો. આ દરમિયાન તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ હાર્દિકના ગાલ પર સણસણતો તમાચો ઝીંકી દીધો હતો. જે પછી હાર્દિકે વિરોધ કર્યો હતો અને થોડી જ ક્ષણોમાં સ્ટેજ પર ઘમાસાણ શરૂ થઈ ગયું હતું. આ યુવકને ત્યાં આવેલા લોકોએ ભેગા થઇને તેને ઢોર માર માર્યો હતો. જે બાદ પોલીસે તરૂણને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

'હાર્દિક ગુજરાતનો હિટલર છે?'

તરૂણ ગજ્જરે હોસ્પિટલમાંથી નિવેદન આપતા કહ્યું કે, '3 વર્ષથી મને હાર્દિક પટેલ પર ગુસ્સો હતો. અમદાવાદમાં જ્યારે હાર્દિક પટેલની સભા હતી ત્યારે મારી પત્ની ગર્ભવતી હતી અને કલોલનાં હોસ્પિટલમાં હતી.ત્યારે અમને ઘણી તકલીફ પડી હતી. ત્યારબાદ જ્યારે મારો દીકરો સવા વર્ષનો થયો અને તે એક હોસ્પિટલમાં હતો. ત્યારે હાર્દિક સુરતની જેલમાંથી છૂટ્યો હતો. ત્યારે પણ ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. રસ્તાઓ ચક્કાજામ હતાં. તે સમયે પણ મને ઘણી તકલીફ થઇ હતી. તે પછી મેં મનમાં નક્કી કર્યું હતું કે હું આને શબક શીખવવાનો છે. તે ગુજરાતનો હિટલર થોડો છે? કે બાપ થોડો છે કે જ્યારે તે ઇચ્છે ત્યારે ગુજરાત બંધ થઇ જાય.'


તરૂણ ગજ્જરે વધુમાં જણાવ્યું કે, 'મોટોઓનું માન નથી રાખતો જેવુ ફાવે તેવુ બોલે છે. આજની તારીખમાં તેના કારણે પાંચ હજાર લોકો કોર્ટની મુદત ભરે છે. અને તે જલસાથી હેલિકોપ્ટરમાં ફરે છે. આ મારો પર્સનલ વિરોધ છે કોઇ પાર્ટીએ આ કરવા મને કહ્યું નથી કે પૈસા માટે પણ આવું નથી કર્યું.'

આ પણ વાંચો : જાણો કોણ છે હાર્દિક પટેલને લાફો મારનાર તરૂણ ગજ્જર

તેને વધુમાં કહ્યું કે, 'હું 13 અને 17 તારીખે પણ હું હાર્દિકની સભામાં ગયો હતો પરંતુ તે ત્યાં આવ્યો ન હતો. મારી પાછળ કોઇ નથી.'આ પણ વાંચો : વંથલીમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલી NCP નેતા રેશ્મા પટેલ ઉપર હુમલો

હાર્દિકે ભાજપ પર કર્યો હુમલાનો આક્ષેપ

હુમલા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે, ચાલુ સભામાં મારા પર હુમલો થયો છે એટલે આ હુમલો ભાજપે કરાવ્યો છે. જો ભાજપ સિવાય અન્ય કોઈ વ્યક્તિ હોત તો તેણે મારી સાથે વાતચીત કરી હોય, મારી સામે કાળા વાવટા ફરકાવ્યા હોત, પરંતુ લાફો માર્યાનો મતલબ એવો છે કે ભાજપે આ હુમલો કરાવ્યો છે.

આ પણ વાંચો : આજે થપ્પડ મારવાનો પ્રયાસ થયો, કાલે ભાજપ મને ગોળી મરાવશે : હાર્દિક પટેલ

'તરૂણ ગજ્જર કોઇ પાર્ટીનો નથી'

સુરેન્દ્રનગરનાં એસપી, મહેન્દ્ર ભગેડીઆએ જણાવ્યું કે, 'હાર્દિક પટેલને લાફો મારનાર તરૂણ ગજ્જર કોઇપણ પાર્ટી સાથે જોડાયેલો નથી. તે સામાન્ય માણસ છે.'

આ પણ વાંચો : આંદોલન સમયે 14 લોકોનાં મોત માટે હાર્દિક પટેલ જવાબદારઃ અલ્પેશ ઠાકોર

મહત્વનું છે કે હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો. હાર્દિક કોંગ્રેસમાં જોડાયો એ બાદ હાર્દિકનો ઠેર ઠેર સમાજ દ્રારા વિરોધ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર બેઠક પર કોંગ્રેસમાંથી લીંબડીના વર્તમાન ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે આ બેઠક પરથી ડો. મહેન્દ્ર મુંજપરાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.
First published: April 19, 2019, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading