સુરેન્દ્રનગર : ગુટખાની દુકાન ખુલતા જ લોકોએ કરી પડાપડી, video જોઇને મગજ ચકરાઈ જશે

સુરેન્દ્રનગર : ગુટખાની દુકાન ખુલતા જ લોકોએ કરી પડાપડી, video જોઇને મગજ ચકરાઈ જશે
વીડિયોમાંથી લીધેલી તસવીર

સુરેન્દ્રનગરના સાયલાનો એક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ કરી છે. આ દુકાનનાં માલિક સામે ગુનો નોંધયો છે.

 • Share this:
  સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરમાં એક વીડિયો ઘણો જ વાયરલ થયો છે. આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે એક દુકાનમાં જવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. પહેલીવારમાં થાય કે આ વીડિયો કોઇ કરિયાણાની દુકાનનો છે પરંતુ એવુ નથી. આ વીજિયો પાન-મસાલા વેચાણ કરતી એક દુકાનનો છે. મહત્વનું છે કે, જ્યારથી લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારથી જ પાન, મસાલા, બીડીનાં વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જેના કારણે આ વ્યસનનાં બંધાણીને પાન, મસાલો, બીડી મળવાની બંધ થઇ ગઇ છે. જોકે, સુરેન્દ્રનગરના સાયલાનો એક ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ મામલે તપાસ કરી છે. આ દુકાનનાં માલિક સામે ગુનો નોંધીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

  મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરના સાયલામાં પાન, મસાલા બીડીની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી. લોકડાઉનમાં અચાનક દુકાન ખુલતા લોકો પાન, મસાલા બીડી લેવા માટે પડાપડી કરી રહ્યાં હતા. . આ દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો જાહેરમાં ભંગ થયો હતો. આ અંગે સ્થાનિક પોલીસને આ ઘટનાની માહિતી મળતા ત્યાં પહોંચીને ગુનો નોંધ્યો છે.  આ પણ વાંચો- બદ્દરુદ્દીન શેખની ચીર વિદાયથી અમદાવાદે સાચો જન સેવક ગુમાવ્યો : ગુજરાત કૉંગ્રેસ

  સાયલાના સુદામડા ગામમાં પાન, બીડીની દુકાન ખુલતા લોકોની પડાપડી જોવ મળી હતી. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થયો છે. ખોળની દુકાનમાંથી પોલીસે બીડી, તંમાકુનો જથ્થો જપ્ત કરી દુકાન માલિક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, ગઇકાલે ચોટીલામાં હાઇવે પર મીની ટ્રકમાં ડુંગળીની ગુણોની આડમાં છુપાવેલો રૂ. 13 લાખથી વધુ રકમનો ગુટખા મસાલાનો જથ્થો પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  જુઓ વીડિયો - 
  Published by:News18 Gujarati
  First published:April 27, 2020, 12:39 pm

  ટૉપ ન્યૂઝ