સુરેન્દ્રનગર : મેદાન પર વૃક્ષ રોપાયું, મહિલાઓ વૃક્ષ ફરતે ગરબે ઘૂમી

News18 Gujarati
Updated: October 5, 2019, 2:20 PM IST
સુરેન્દ્રનગર : મેદાન પર વૃક્ષ રોપાયું, મહિલાઓ વૃક્ષ ફરતે ગરબે ઘૂમી
સુરેન્દ્રનગરના અલકાપુરી મિત્રમંડળ દ્વારા ફક્ત મહિલાઓની નવરાત્રી યોજાય છે, જેમાં અનોખી પહેલી કરાઈ

સુરેન્દ્રનગરના અલકાપુરી મિત્રમંડળની નવરાત્રીમાં પર્યાવરણ જતનનો સંદેશો અપાયો

  • Share this:
રાજુદાન ગઢવી સુરેન્દ્રનગર : સમગ્ર વિશ્વ જ્યારે ગ્લૉબલ વૉર્મિંગનો (Global Warming) ભોગ બન્યું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi)ની પર્યાવરણ બચાવવાની પહેલના સમર્થનમાં સુરેન્દ્રનગર જિલ્લાની લોકપ્રિય અલકાપુરી મિત્રમંડળની ગરબીમાં આ વખતે નવતર પ્રયોગ કરાયો હતો. અલકાપુરી ગરબાના આયોજકોએ ગરબા મેદાનમાં ગરબીના સ્થાને વૃક્ષ (Tree Plantation) રોપ્યુ હતું. ગઈકાલે રાત્રે મહિલાઓએ રોપેલા છોડ ફરતે ગરબા લઈને સમગ્ર દેશને પર્યાવરણનું જતન કરવાનો સંદેશો આપ્યો છે.

સુરેન્દ્રનગરની મધ્યમાં આવેલા વિશાલગ્રાઉન્ડ અલકાપુરી મિત્ર મંડળ દ્વારા આ વર્ષે માતાજીનો નવરાત્રી મહોત્સવ યોજાયો જેમાં ગરબે ઘૂમવા માટે મહિલાઓ ઉપટી પડી હતી. અલકાપુરી મિત્રમંડળ ગરબાના આયોજક ભુપેન્દ્ર શાહે જણાવ્યું કે 'અહીંયા છેલ્લા બે દાયકાથી ફક્ત મહિલાઓ માટેની નવરાત્રી યોજાય છે. આ વર્ષે અમે આ નવરાત્રી મહોત્સવમાં એક વૃક્ષ રોપ્યું છે. વડાપ્રધાન મોદીના પર્યાવરણ અભિયાન અંતર્ગત અમે લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે વૃક્ષો વાવો અને તેનું જતન કરો. આજે અમે રોપેલું આ છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી તેની કાળજી લઈશું અને જતન કરીશું.'

આ પણ વાંચો :  કચ્છ : બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઇ, માછીમારો ફરાર

અલકાપુરી મિત્રમંડળ નવરાત્રીના સહઆયોજક તારાચંદ કેલાએ જણાવ્યું કે 'આ કાર્યક્રમ ફક્ત મહિલાઓ માટે જ છે. અહીંયા સુરેન્દ્રનગર, વઢવાણ, તેમજ આસપાસના વિસ્તારોના સામાન્ય માણસથી લઈને ઉદ્યોગપતિના પરિવારની મહિલાઓ ગરબે ઘૂમે છે. અમે આ વૃક્ષ વાવીને નવી પહેલ કરી છે. '
First published: October 5, 2019
વધુ વાંચો
अगली ख़बर