સુરેન્દ્રનગર : ઘીંગાણાનો Live Video, કંકાવટી ગામે બે જુથ વચ્ચે શસસ્ત્ર મારામારીના પગલે ચકચાર

સુરેન્દ્રનગરના કંકાવટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ધ્રાંગધ્રાના કંકાવટી ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, આ જુથ અથડામણ અંગે હજુ સુધી પોલીસ ફરિયાદના અહેવાલ નહી.

  • Share this:
    સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં આજે ક્રિકેટ જેવી સામાન્ય બાબતમાં એક જુથ અથડામણ (Group Clash) થઈ હોવાની ઘટના ઘટી છે. બે જુથ વચ્ચે ધોળેદિવસે શસ્ત્ર અથડામણ થઈ હોવાની ઘટનાનો લાઇવ વીડિયો (Live Video) સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અથડામણમાં પાંચ જેટલા શખ્સનો ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. જોકે, ઘટનાના પગલે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાઓ થઈ રહી છે. વીડિયો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra)પંથકનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    બનાવની વિગતો એવી છે કે આજે સોશિયલ મીડિયામાં એક વાયરલ વીડિયો સામે આવ્યો છે જેમાં બે જુથને લઈને એકબીજા સાથે ઝઘડી રહ્યા છે.

    વીડિયો સુરેન્દ્રનગર જિલ્લાના કંકાવટી ગામનો છે. અહીંયા યુવકો ક્રિકેટ રમવાની બાબતે ઝઘડ્યા હતા અને તેના કારણે તેમની વચ્ચે ઝઘડો થયો હોવાના અહેવાલો છે.

    આ પણ વાંચો : વડોદરા : હરિપ્રસાદ સ્વામીના ઉત્તરાધિકારી કોણ, શું સ્વામીજીએ સૂચવ્યું હતું કોઈ સંતનું નામ?



    કંકાવટી ગામ ધ્રાંગધ્રા તાલુકામાં આવેલું છે. વીડિયો આ ગામનો હોવાની ઘટના છે. જોકે, પોલીસ ફરિયાદ ન થઈ હોવાના અહેવાલોના પગલે પ્રાથમિક વિગતો જ સામે આવી. પરંતુ કોરોનાકાળ હળવો બનતા જ રમતના મેદાને પહોંચેલા આ જુવાનિયાઓ એકબીજા સાથે રમવાના બદલે લડવા લાગ્યા હતા. મારામારીની ઘટનાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા હતી.

    આ પણ વાંચો : રાજકોટ : સોની બજારમાં ચાર કિલો ચાંદીની ચોરીનો CCTV Video, ચાર દિવસમાં બીજો હાથફેરો

    ઘટનામાં સ્થાનિક અહેવાલોનો દાવો છે કે પાંચ જેટલા યુવકો ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.જોકે, સમગ્ર ઘટના વાયરલ વિષયવસ્તુ હોવાના કારણે બનાવની પુષ્ટી થઈ નથી.
    Published by:Jay Mishra
    First published: